22/09/2014 12:46 pm
Viren Vyas
મુંબઈમાં રહેતા નરુલા ભાઈઓ અચિન અને સાર્થકે રિયલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં રૂ. સાત કરોડ જીતવાની સિદ્ધી મેળવી છે.
તેઓ અમિતાભ બચ્ચન જે શો હોસ્ટ કરે છે એ ગેમ શોમાં આટલી મોટી રકમ જીતનારા પ્રથમ સ્પર્ધક બન્યા છે. આ બંને ભાઇઓ દિલ્હીના વતની છે અને તેમણે ચાર લાઇફ લાઇનની મદદથી ૧૪ સવાલોના સાચા જવાબ આપ્યા હતા. અચિન માર્કેટિંગ મેનેજર છે જ્યારે સાર્થક વિદ્યાર્થી છે. અચિન છેલ્લા દસ વર્ષથી આ શોમાં ભાગ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડને પાર કરવામાં તેને સફળતા નહોતી મળતી.
નરુલા બ્રધર્સ KBCમાં રૂ. ૭ કરોડ જીત્યા- Currently 0 out of 5 Stars.
- 1
- 2
- 3
- 4
- 5
Rating: 0/5
(0 votes cast)
Thank you for rating!
You have already rated this page, you can only rate it once!
Your rating has been changed, thanks for rating!
Log in or create a user account to rate this page.