બે પ્રાણવાન સંસ્થાઅોની સાદર સેવા
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સમાજ સેવાના ઉમદા હેતુઅો સાથે સ્થાપવામાં આવેલ 'કર્મયોગા ફાઉન્ડેશન' તરફથી અવારનવાર સત્કર્મો માટે નાણાં ફાળવવામાં આવે છે. તાજેતરમાં લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન અને લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા સમાજની સેવા માટે નિર્મીત અદ્યતન સુંદર કોમ્યુનીટી સેન્ટરનું તાજેરમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કર્મયોગા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી કાંતિભાઇ નાગડાએ આ બન્ને સંગઠનોને આ પ્રસંગે કર્મયોગા ફાઉન્ડેશન તરફથી પાંચ-પાંચ હજાર પાઉન્ડના બે ચેક અર્પણ કર્યા હતા.
પ્રસ્તુત પ્રથમ તસવીરમાં લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના અગ્રણીઅોને £૫,૦૦૦નો ચેક અર્પણ કરતી વેળાએ ડાબેથી શ્રી સીબી પટેલ, સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી દીપક જટાણીયા, વર્તમાન પ્રમુખ વિનોદભાઇ ઠકરાર, શ્રી કાંતિભાઇ નાગડા, શ્રી કિશોરભાઇ પરમાર (એડવર્ટાઇઝીંગ મેનેજર – ગુજરાતસમાચાર) અને શ્રી દિનેશભાઇ ઠકરાર નજરે પડે છે.
જ્યારે બીજી તસવીરમાં લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના અગ્રણીઅોને £૫,૦૦૦નો ચેક અર્પણ કરતી વેળાએ ડાબેથી શ્રી સીબી પટેલ, પ્રમુખ પિયુશભાઇ ચોટાઇ, શ્રી કાંતિભાઇ નાગડા તેમજ કિશોરભાઇ પરમાર.
