સાપ્તાહિક રાશિ ભવિષ્ય

વાંચો આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ રાશિ (અ,લ,ઇ)ઃ સર્જનાત્મક અને રચનાત્મક કાર્ય સાનુકૂળ બનતાં આનંદ-ખુશી જણાશે. મનની ઇચ્છાઓ સાકાર થશે. બેચેનીનો બોજ હળવો થશે. આવકમાં વૃદ્ધિને અવકાશ જણાશે નહિ, પણ પ્રમાણ ઘટે નહીં તે જોવું રહ્યું. 

વૃષભ રાશિ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ઉગ્રતા-આવેશ-ક્રોધ પર અંકુશ રાખવો જરૂરી છે. ખોટા વિવાદોથી દૂર રહેજો. આ સમયમાં વધુ પડતાં ખર્ચાના કારણે અને અગત્યના મૂડીરોકાણને કારણે નાણાંકીય ખેંચનો અનુભવ થશે.

મિથુન રાશિ (ક,છ,ઘ)ઃ માનસિક રીતે આ સમયમાં વધુ મૂંઝવણ અને અજંપો વર્તાશે. ધીરજ દાખવવી જરૂરી છે. તમે જે લાભની આશા રાખો છો તે હજુ આ સમયમાં મળે તેમ લાગતું નથી. આવકના નવા માર્ગ મળતાં જણાય નહીં. 

કર્ક રાશિ (ડ,હ)ઃ સપ્તાહ મજાનું નીવડશે. માનસિક પ્રસન્નતા અનુભવશો. પુરુષાર્થનું ફળ ચાખવા મળશે. આર્થિક દૃષ્ટિએ સ્થિતિ મજબૂત બનતાં ચિંતા કે બોજો હળવો થતો જણાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા સર્જાશે. 

સિંહ રાશિ (મ,ટ)ઃ તમારી મનોવેદના દૂર થતી જણાશે. ઈશ્વરીય શક્તિ સહાયભૂત બનશે. પ્રગતિની તક મળે તે ઝડપી લેજો. આવકવૃદ્ધિનો માર્ગ ખૂલશે. સપ્તાહ દમિયાન આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય. 

કન્યા રાશિ (પ,ઠ,ણ)ઃ માહોલ ઉન્માદનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતા પહેલાં બે વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. લાંબા સમયથી અટકેલા લાભો મેળવશો. 

તુલા રાશિ (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન મનોબળ મક્કમ બનશે. ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સફળતા મળતા ઉત્સાહ વધશે. આવકવૃદ્ધિના યોગ નથી, પણ પ્રમાણ ઘટે નહિ તે માટે કાળજી લેવી જરૂરી છે.

વૃશ્ચિક રાશિ (ન,ય)ઃ નાના-મોટા અંતરાયો અને સંઘર્ષનો સામનો કરવો પડશે. માનસિક તંગદિલી અને અસ્વસ્થતાનો અનુભવ થાય. સ્થિરતા-સ્વસ્થતા ટકાવી રાખવા પડશે. આર્થિક સમસ્યાનું નિરાકરણ મળશે.

ધન રાશિ (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં આવેશે કે ઉશ્કેરાટ વધે તેવા પ્રસંગોથી દૂર રહેજો, નહીં તો ઘણા સાથે ઘર્ષણમાં ઉતરવું પડશે. માનસિક રીતે અકારણ ભારની લાગણી અનુભવશો. અગત્યના કાર્યમાં અવરોધના કારણે ચિંતા જણાય. 

મકર રાશિ (ખ,જ)ઃ માનસિક ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. કામગીરી વિકાસતરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળશે.  રોકાણ માટે જરૂરી જોગવાઈ થશે. 

કુંભ રાશિ (ગ,શ,સ,ષ)ઃ મૂંઝવણો તથા પ્રશ્નોનો ઉકેલ મળતાં રાહત જણાય. અલબત્ત, તમારી ધીરજની કસોટી થતી જણાય. આ બધાં છતાં મનની મુરાદ બર આવતી લાગશે. ચિંતાના વાદળો હટતાં લાગશે. નાણાંકીય લાભની તક મળશે.

મીન રાશિ (દ,ચ,ઝ,થ)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ મક્કમ બનશે. વિપરીત સંજોગોમાંથી માર્ગ મળી આવતા આનંદ થશે. સમય સાનુકૂળ બનશે. આવકમાં વૃદ્ધિ થવાનો અવકાશ નથી, પણ જાવક વધશે તેથી સંકડામણ વર્તાશે. 

સાપ્તાહિક રાશિ ભવિષ્ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.