સેફરા કેટ્ઝ દુનિયામાં સૌથી વધારે પગાર મેળવતી મહિલા

સેફરા કેટ્ઝ દુનિયામાં સૌથી વધારે પગાર મેળવતી મહિલા

ન્યૂ યોર્કઃ તાજેતરમાં ઓરેકલ કંપનીમાં બઢતી મેળવીને માર્ક હર્ડ સાથે સંયુક્ત પણે સીઈઓનો કાર્યભાર સંભાળનારાં સૈફરા કેટ્ઝ દુનિયામાં સૌથી વધુ વેતન મેળવનાર મહિલા બન્યા છે. અગાઉ તેઓ ઓરેકલ કંપનીના જોઇન્ટ પ્રેસિડેન્ટ અને સીએફઓ હતાં. લાંબા સમય સુધી કંપનીના સીઈઓ રહેલા લેરી એલિસનનાં રાજીનામા બાદ કેટ્ઝને બઢતી આપવામાં આવી છે. ગયા વર્ષે તેમને રૂપિયા ૨૭૦ કરોડ એટલે કે લગભગ ૪.૫ કરોડ યુએસ ડોલર પગાર પેટે ચૂકવાયા હતા.

ઓરેકલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે કેટ્ઝ કંપનીમાં મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ અને કાનૂની નિર્ણયો સહિતની કામગીરી સંભાળશે. કંપનીમાં તેમના સમકક્ષ માર્ક હર્ડ સેલ્સ, સર્વીસ અને ગ્લોબલ બિઝનેસ યુનિટની કામગીરી સંભાળશે.
૧૯૯૯માં ઓરેકલમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જોડાનાર કેટ્ઝ તેમની કુશળતાને કારણે બહુ ઝડપથી માત્ર સાત જ મહિનામાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટનાં પદ પર પહોંચી ગયાં હતાં. ૨૦૦૪માં તેમને ઓરેકલ કોર્પોરેશનના અધ્યક્ષપદે નિયુક્ત કરાયાં હતાં. એક દાયકા સુધી તેમણે કંપનીના અધ્યક્ષ તરીકેની જવાબદારીઓનું વહન કર્યું હતું. નવેમ્બર ૨૦૦૫થી સપ્ટેમ્બર ૨૦૦૮ સુધી તેણે ઓરેકલના અંતિમ સીએફઓ તરીકે સેવાઓ આપી અને ૨૦૧૧માં ફુલટાઇમ સીએફઓ બન્યાં હતાં. તેઓ ૨૦૦૧થી ઓરેકલના બોર્ડના સભ્ય રહ્યાં હતાં.

સેફરા કેટ્ઝ દુનિયામાં સૌથી વધારે પગાર મેળવતી મહિલા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.