દાળ અમૃતસરી

દાળ અમૃતસરી...

આ સપ્તાહની લિજ્જતદાર વાનગી

સામગ્રીઃ (દાળ માટે) અડદની ફોતરાંવાળી દાળ - ૧ કપ • ચણાની દાળ - પા કપ • પાણી - ૪થી ૫ કપ
વઘાર માટેઃ લીલા મરચાં-પ નંગ • સમારેલી ડુંગળી-૧ નંગ • સમારેલાં ટામેટાં - ૧ નંગ • સમારેલું આદું - ૨ ચમચી • મરચું - પા ચમચી • જીરું - અડધી ચમચી • હળદર - ચપટીક • મીઠું - સ્વાદ મુજબ • તેલ - ૧ ચમચો • ઘી - ૧ ચમચો • માખણ - ૧ ચમચો
• સમારેલી કોથમીર - સજાવટ માટે

રીતઃ બધી દાળને ધોઈ ચાર-પાંચ કલાક માટે પલાળી રાખો અને પછી પાણી નિતારી લો. પ્રેશર કૂકરમાં પલાળેલી દાળ, પાણી, હળદર અને દોઢ-દોઢ ચમચી સમારેલાં આદુ-લસણ નાખીને મિક્સ કરો. અને ધીમી આંચે બાફો. એક પેનમાં ઘી-તેલ-માખણ ગરમ કરો. જીરાંનો વઘાર કરીને ડુંગળી નાખી આછા બ્રાઉન રંગની સાંતળો. હવે સમારેલાં લીલાં મરચાં, વધેલું આદું અને લસણ નાંખીને સાંતળો. સમારેલાં ટામેટાં નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવો. આ મિશ્રણમાં મરચું નાંખો. પછી તૈયાર મિશ્રણને બફાયેલી દાળમાં નાખીને તેને ઉકાળો. દાળને સતત હલાવતા રહો. દાળ ઘટ્ટ થાય એટલે મીઠું ઉંમેરીને હલાવો. અમૃતસરી દાળ થોડી ઘટ્ટ હોય છે. ગરમાગરમ દાળ પર થોડુંક માખણ નાંખીને પરોઠા સાથે સર્વ કરો.

દાળ અમૃતસરી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.