નીસડન સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠની ભવ્ય ઊજવણી કરાશે

નીસડન સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠની ભવ્ય ઊજવણી કરાશે

લંડનઃ નીસડન ટેમ્પલ નામે લોકપ્રિય બનેલા સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠ ૨૦૧૫માં યોજાશે ત્યારે તેની એક વર્ષ લાંબી ઊજવણીનો આરંભ કરવા નિર્ણય લેવાયો છે. 

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઓગસ્ટ ૧૯૯૫માં લંડનમાં BAPS સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિરે શ્રદ્ધાળુઓ, મુલાકાતીઓ અને સ્થાનિક નિવાસીઓને અધ્યાત્મિકતા, સમુદાય, શાંતિ અને પ્રેરણાની લાગણી પૂરી પાડી છે.

સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠ ૨૦૧૫માં યોજાય તે પહેલા એક વર્ષ લાંબી સત્તાવાર ઊજવણીનો નિર્ણય લેવા ભારતથી આવેલા વરિષ્ઠ સાધુ ત્યાગવલ્લભ સ્વામીની નિશ્રામાં શનિવાર ૨૨ નવેમ્બરે ખાસ બેઠક યોજાઈ હતી. મંદિરની સ્થાપનાથી અત્યાર સુધીની કામગીરીનો ચિતાર અપાયો હતો. બેઠકમાં ચેરિટી સંસ્થા ડાયાબિટીસ યુકેના ચેરમેન રિચાર્ડ લેનને ૨૦,૦૦૦ પાઉન્ડનો ચેક અપાયો હતો. આ નાણા BAPS ચેરિટિઝ એન્યુઅલ ૧૦કે ચેલેન્જ દરમિયાન એકત્ર કરાયા હતા. રિચાર્ડ લેને અશ્વેત, એશિયન અને માઈનોરિટી એથનિક કોમ્યુનિટિઝમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ કેળવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં BAPS ચેરિટિઝ દ્વારા સ્ક્રીનિંગ ક્લિનિક્સમાં આહારશાસ્ત્રીની મદદ આપવા પણ જણાવ્યું હતું.

ત્યાગવલ્લભ સ્વામી અને મંદિરના મુખ્ય સાધુ સત્યવ્રત સ્વામીએ આગામી મહિનાઓમાં ઊજવણીમાં તમામ લોકો સક્રિય ફાળો આપે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાની શીખ આપી હતી.

નીસડન સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠની ભવ્ય ઊજવણી કરાશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.