બનાવટી લગ્નો ગોઠવતી માન્ચેસ્ટર ગેન્ગને જેલની સજા

પાકિસ્તાની વરરાજા અને પોર્ટુગીઝ વહુઓ વચ્ચે બનાવટી લગ્નો ગોઠવતી માન્ચેસ્ટરની ગેન્ગને જેલની સજા થઈ છે.

માન્ચેસ્ટ ક્રાઉન કોર્ટે ગેન્ગના મુખ્ય ખેલાડી મોહમ્મદ ‘જિમ્મી’ આમીરને ચાર વર્ષ અને ડાયેના ફર્નાન્ડીસ મોરેઈરા-મિગૂલને ૧૫ મહિનાની જેલની સજા ફરમાવી હતી. ગેન્ગના પાકિસ્તાની વરરાજાઓ મુહમ્મદ ઝીશાન શફકાત, મુદસ્સર અલી, મોબીન અશરફ અને મુહમ્મદ અસરારને એક-એક વર્ષની સજા કરવામાં આવી હતી.

નિવૃત્તિ પછી પણ હાઉસ ઓફ લોર્ડ્સના ઉપયોગનો અધિકાર

પાર્લામેન્ટ લંડનમાં શ્રેષ્ઠ ક્લબનું બિરુદ ધરાવે છે. જોકે, લોર્ડસ હાઉસ કમિટીએ નિવૃત્ત લોર્ડસને પણ આ વિશેષાધિકાર આપવા કરેલી દરખાસ્ત સામે વિરોધ જાગ્યો છે. લોર્ડસને નિવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવા કમિટીએ ભારે સબસિડી ધરાવતા રેસ્ટોરાં, લાઈબ્રેરી અને પીઅર્સ ગેસ્ટ હાઉસના ઉપયોગના આજીવન ક્લબ અધિકારો આપવા જણાવ્યું છે. નિવૃત્ત લોર્ડસ ચર્ચામાં ભાગ નહિ લઈ શકે, પરંતુ તેમને ઉપલા ગૃહમાં રાજગાદીની સીડીઓ પર બેસવા દેવાશે.

બેડ પર કબજો જમાવનારા વૃદ્ધ પેશન્ટ્સને હાંકી કાઢવા કાનૂની પગલાં

હોસ્પિટલમાં લાંબા સમયથી બેડ પર અડીંગો જમાવીને બેઠેલા વયોવૃદ્ધ પેશન્ટ્સને હાંકી કાઢવા સત્તાવાળા કાનૂની પગલાં લઈ રહ્યા છે. પરિવારો તેમના વૃદ્ધ સગાંઓ ઘેર લઈ જવા જેટલાં સ્વસ્થ હોવાં છતાં તેમને હોસ્પિટલના વોર્ડસમાં મૂકીને જતાં રહે છે. પરિણામે, અન્ય પેશન્ટ્સને સારવાર માટે દાખલ થવાં પથારીનો અભાવ નડે છે. હવે પેશન્ટ્સના પરિવારોને વૃદ્ધ સગાંને કેર હોમમાં સ્થાન અપાવવા સાત દિવસની મહેતલ આપી દેવાઈ છે.

બનાવટી લગ્નો ગોઠવતી માન્ચેસ્ટર ગેન્ગને જેલની સજા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.