મેસ્સીનો સર્વાધિક ગોલનો રેકોર્ડ

બાર્સેલોનાઃ સુપરસ્ટાર લાયોનલ મેસ્સીએ હેટ્રિક નોંધાવતા બાર્સેલોનાએ સેવિલા સામે બાર્સેલોનામાં રમાયેલી સ્પેનિશ લા લીગા ફૂટબોલ ચેમ્પિયનશીપની લીગ મેચમાં સેવિલાને ૫-૧થી પરાજય આપ્યો હતો.

આ સાથે જ મેસ્સી લા લીગામાં સર્વાધિક ગોલ નોંધાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. મેસ્સીએ શનિવારે એથ્લેટિક બિલબાઓના પ્લેયર ટેલ્મો જારાના ૨૫૧ ગોલનો વિક્રમ તોડી નાખ્યો હતો. મેસ્સી હવે ૨૫૩ ગોલ સાથે નંબર-વન ગોલ સ્કોરર બની ગયો છે.
આ વિજયથી બાર્સેલોના પોઇન્ટ ટેબલમાં હવે બીજા ક્રમે પહોંચી ગયું છે અને તે રિયલ મેડ્રિડથી બે પોઇન્ટ પાછળ છે.

મેસ્સીનો સર્વાધિક ગોલનો રેકોર્ડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.