મોંઘી દવાના બદલામાં મોંઘેરી ભેટઃ ૩૦૦ ડોક્ટરો સામે MCI ની તપાસ

નવી દિલ્હીઃ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દેશભરમાંથી અંદાજે ૩૦૦ ડોક્ટરોને એક ફાર્મા કંપની પાસેથી કથિત લાભ લેવા બદલ સમન્સ પાઠવ્યું છે. કાઉન્સિલને મળેલા એક અજાણ્યા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અમદાવાદસ્થિત એક દવા કંપનીએ ડોક્ટરો તેની મોંઘી દર્દીને લખે તે માટે તેમને લાખો રૂપિયાની સાથે કાર, ફ્લેટ અને પરિવાર સાથે વિદેશ પ્રવાસની ભેટ ધરી છે. બીજી તરફ આ જ કંપનીની દવાને બદલે બીજા વિકલ્પરૂપે બજારમાં  સસ્તી દવા ઉપલબ્ધ હોય છે.

આવા કથિત લાભ લેનારા ૧૦૦ ડોક્ટરો તાજેતરમાં નવી દિલ્હી ખાતે કાઉન્સિલની એથિક્સ કમિટી સમક્ષ ઉપસ્થિત થયા હતા અને તેમની પૂછપરછ થઇ હતી. કમિટીના સભ્ય
ડો. કે.કે. અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘કમિટીની છેલ્લી મીટિંગમાં ૧૫૦માંથી ૧૦૦ ડોક્ટરો હાજર રહ્યા હતા. બીજા ડોક્ટરોની ફરીથી બોલાવીશું . નિયમ મુજબ ડોક્ટરોને કમિટી સમક્ષ હાજર થવા ત્રણ વખત તક આપવામાં આવે છે.’
પત્રમાં ડોક્ટરોને તેમના ઇન્કમટેક્સ રીટર્ન, છેલ્લા ત્રણ વર્ષના બેન્ક એકાઉન્ટ અને ઓરિજિનલ પાસપોર્ટ સાથે કમિટી સમક્ષ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું.
આ અંગે ડોક્ટરોને તેમનો લેખિત પ્રતિભાવ આપવા જણાવ્યું હતું. જેમાંથી કેટલાકે પ્રતિભાવ આપ્યો છે, જ્યારે ઘણા ડોક્ટરો કંઇ પણ પગલું ભરતા પહેલા વકીલોની સલાહ લઇ રહ્યા છે. પત્રમાં એવો પણ દાવો થયો છે કે, ડોક્ટરો પાયાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને આ ફાર્મા કંપનીનું ટર્નઓવર ફક્ત  પાંચ વર્ષમાં શૂન્યથી રૂ. ૪૦૦ કરોડ પર પહોંચ્યું છે.

મોંઘી દવાના બદલામાં મોંઘેરી ભેટઃ ૩૦૦ ડોક્ટરો સામે MCI ની તપાસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.