મોદીની વિદેશનીતિ પર લંડનમાં ચર્ચા

લંડનઃ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા, રાજકીય નીરિક્ષક, પત્રકાર, લેખક અને બિહારમાં કિશનગંજ લોકસભા ક્ષેત્રના સાંસદ એમ. જે. અકબર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિની પ્રાથમિકતાઓ અને હેતુઓ, પડકારો અને તકો તેમજ ખાડી પ્રદેશો અને ઇન્ડો પેસિફિક વિસ્તારોમાં ભારતના વિકલ્પોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા વિશે ૨૮ નવેમ્બરે ચર્ચાનું આયોજન થયું છે.

અરુન્ડેલ હાઉસ ખાતે આયોજિત ચર્ચાનું અધ્યક્ષસ્થાન રાહુલ રોયચૌધરી, સીનિયર ફેલો ફોર સાઉથ એશિયા-IISS સંભાળશે.
ભારતની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભૂતપૂર્વ વિજયે સાઉથ એશિયન વિસ્તારો અને તેથી આગળના પ્રદેશો માટે હિંમતવાન વિદેશનીતિ માટેની ગર્ભિત ક્ષમતા ઉભી કરી છે. મોદીએ ભૂતાન, નેપાળ, બ્રાઝિલ, જાપાન, યુએસ, મ્યાનમાર અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસો ખેડ્યા છે.  
યુએસ અને ઓસ્ટ્રેલિયાના ભારતીય સમુદાયે મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ચીનના પ્રમુખ અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને ભારતની મુલાકાત પણ લીધી છે.

મોદીની વિદેશનીતિ પર લંડનમાં ચર્ચા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.