હળવી ક્ષણોએ...

મુંગેરીલાલ સૂટનું કાપડ લઈ સૂટ સિવડાવવા દરજી પાસે ગયો. દરજીએ કપડું માપીને કહ્યું, ‘કાપડ ટૂંકું છે સૂટ નહીં બને.’
મુંગેરીલાલ બીજા દરજી પાસે ગયો. બીજાએ તેનું માપ લઈને કહ્યું, ‘તમે દસ દિવસ પછી આવીને સૂટ લઈ જજો.’
દસ દિવસ પછી સૂટ તૈયાર હતો. મુંગેરી પૈસા આપવા જતો હતો ત્યાં જ તે દરજીનો નાનો પાંચ વર્ષનો છોકરો આવ્યો. એ છોકરાએ તેના સૂટના કાપડમાંથી જ બનેલા કપડાં પહેર્યા હતા. સૂટ સીવનાર દરજીએ પણ થોડી માથાકૂટ પછી સ્વીકારી લીધું.
ત્યાંથી નીકળી પેલો મુંગેરી સૌથી પહેલાં એ દરજી પાસે ગયો જ્યાં તેને સૂટ સીવવાની ના પાડી હતી. તેણે દરજીને કહ્યું, ‘તમે તો ના પાડતા હતા કે કાપડ ટૂંકું છે, પણ તમારી બાજુની દુકાનવાળા દરજીએ તેમાંથી મારો અને તેના છોકરાનો પણ સૂટ સીવી નાંખ્યો.’
દરજી બોલ્યોઃ એના છોકરાની શું ઉંમર છે ખબર છે તમને.
વ્યક્તિઃ પાંચ વર્ષ.
દરજીઃ હવે તમને ખબર પડી... મારા છોકરાની ઉંમર તો ૧૮ વર્ષ છે.

દિવાળી નિમિત્તે છગન ઘર રંગવા માટે રંગની દુકાને ગયો. ત્યાં રંગનો ભાવ સાંભળીને બોલ્યો, ‘આટલો બધો મોંઘો રંગ? પાંચસો રૂપિયે લિટર? દૂધ કરતાં પણ મોંઘો!
‘દૂધનો શું ભાવે છે?’ દુકાનદારે પૂછ્યું.
‘દૂધ ૫૦ રૂપિયે લીટર છે...’ છગન બોલ્યો.
‘તો... દૂધથી જ ઘરની દિવાલો રંગોને!’ દુકાનદાર બોલ્યો.

એક ગુજરાતીએ ચીનમાં ચાની કીટલી ખોલી. (ભારતમાં ચાય વેચનારો વડા પ્રધાન બની ગયા પછી ત્યાં બહુ ડિમાન્ડ છે.) ગુજ્જુભાઈ વિચારતા હતા કે ચાની કીટલીનું નામ શું રાખવું?
છેવટે બહુ વિચારતા અંતે એક નામ ફાઈનલ રાખ્યુંઃ
'ફૂ-કી ફૂ-કી ને પી!'

મોદી અને ચીનના પ્રમુખ જીનપિંગ જમવા બેઠા છે.
મોદીઃ ઓત્તેરી મારા ઢોકળામાં આ કોક્રોચ ક્યાંથી આવી ગયો?
જિનપિંગઃ મારે પણ એવું થયું. મારા કોક્રોચમાં ઢોકળું ક્યાંથી આવી ગયું?

જિનપિંગઃ (મોદીને) જાવ, ભારતની સરહદ પર હવે કોઈ ઘૂસણખોરી નહિ થાય.
મોદીઃ પણ એની કોઈ ગેરંટી ખરી?
જિનપિંગઃ (હસતાં હસતાં) ચાઈનીઝ માલની કોઈ દહાડો ગેરંટી હોય ખરી?

ટીચરઃ જો તમે સાચા દીલથી પ્રાર્થના કરો તો ભગવાન તમારી બધી જ ઈચ્છા પૂરી કરે છે.
પપ્પુઃ એકદમ ખોટી વાત છે ટીચર.
ટીચરઃ કેમ?
પપ્પુઃ જો એવું જ હોય તો તમે ક્યારનાય બીજી સ્કૂલમાં નોકરી કરતા હોત.

ચંપાઃ બધું યાદ રાખે એવું પ્રાણી કયું?
ચંગુઃ હાથી.
ચંપાઃ અને કશું યાદ ન રાખે એવું?
ચંગુઃ જીવનસાથી.

ચિન્કીઃ પપ્પા, મારા માટે તમને રમેશ જરૂર પસંદ પડશે.
ચમનઃ એમ? તેની પાસે કેટલા પૈસા છે?
ચિન્કીઃ પપ્પા, તમને પુરુષોને આ તે કેવી ટેવ છે? રમેશ પણ અનેક વખત તમારી મિલકત વિશે મને પૂછયા કરે છે.

ચંપકઃ બેટા, તું શા માટે પરણવાની ના પાડે છે?
ચિન્કીઃ હું મમ્મી વગર જરાય રહી નહીં શકું.
ચંપકઃ બેટા, તો મમ્મીને સાથે લઈ જજે. બસ, હવે ખુશને.

હળવી ક્ષણોએ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.