૪૫ દેશોના નાગરિકોને ઓનલાઇન વિઝા મળશે

નવી દિલ્હી: ભારત સરકાર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇઝરાયલ, જાપાન, યુએઇ, પેલેસ્ટાઇન, જોર્ડન, થાઇલેન્ડ, સિંગાપોર અને રશિયા સહિતના ૪૫ દેશોના નાગરિકોને ઓનલાઇન વિઝા સુવિધા આપશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલય ૨૭ નવેમ્બરે આ યોજનાની જાહેરાત કરશે. આ અંગે કેન્દ્રીય પ્રધાન મહેશ શર્માએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પ્રવાસનને મહત્ત્વનું વિઝન આપ્યું છે. અમે પ્રવાસનનાં માધ્યમથી દેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા ઇચ્છીએ છીએ. અમે વિશ્વના ચારે ખૂણા સુધી પહોંચવા માગીએ છીએ. પ્રવાસનને કારણે દેશમાં મેડિકલ ટૂરિઝમ, એડવેન્ચર ટૂરિઝમ અને રૂરલ ટૂરિઝમમાં રોજગાર વધશે, જે દેશોને વિઝા ઓન એરાઇવલની સુવિધા છે તેના નાગરિકો પણ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન સ્કીમ(ઈટીએ) અંતર્ગત ઓનલાઇન વિઝા માટે અરજી કરી શકશે.

૪૫ દેશોના નાગરિકોને ઓનલાઇન વિઝા મળશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.