NAPS દ્વારા ક્રિસમસ પાર્ટીની ઉજવણી કરાઇ

NAPS દ્વારા ક્રિસમસ પાર્ટીની ઉજવ...

કાઉન્સિલર રવિ ગોવિંદીયા

નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા ક્રિસમસ પાર્ટીનું શાનદાર આયોજન NAPSના હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કાઉન્સિલરો, પાર્લામેન્ટરી ઉમેદવાર, અગ્રણી વેપારીઅો, સામાજીક અગ્રણીઅો અને સમાજના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા ક્રિસમસ પાર્ટીનું શાનદાર આયોજન NAPSના હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કાઉન્સિલરો, પાર્લામેન્ટરી ઉમેદવાર, અગ્રણી વેપારીઅો, સામાજીક અગ્રણીઅો અને સમાજના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ માધુભાઇ દેસાઇ અને ઉમેશભાઇ અમીને સૌનું સ્વાગત કરીને કર્યો હતો. વોન્ડ્ઝવર્થ બરોના નેતા અને કાઉન્સિલર શ્રી રવિ ગોવિંદીયાએ કાઉન્સિલના નેતા અને કાઉન્સિલરના કાર્યો અંગે સૌને માહિતી આપી હતી અને વિતેલા જમાનામાં ગુજરાતી વેપારીઅો દ્વારા સ્થાપવામાં આવેલ દુકાનો અને વેપારની યાદ તાજી કરી હતી. જ્યારે કોન્ઝર્વેટીવ પક્ષના એમપી પદના ઉમેદવાર ડેન વોટકિન્સે ટોરી પક્ષની નીતિઅો દ્વારા સ્થાનીક સમુદાયને થનાર લાભો વિષે માહિતી આપી ક્રોસ રેલના આગમન બાદ ટૂટીંગ ક્લેફામ જંકશન સહિત અન્ય રેલ સ્ટેશનો સાથે જોડાઇ જશે તેમ જણાવ્યું હતું. મીનાબેન પટેલે હ્રદય રોગ અંગે જાગૃતી આણતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જ્યારે યોગા શિક્ષીકા સુધાબેન પારેખે યોગના લાભો જણાવ્યા હતા.

ગીત સંગીત નિલમ અને ગૃપે રજૂ કર્યું હતું અને સૌએ નૃત્ય અને ભોજનનો લાભ લીધો હતો.

NAPS દ્વારા ક્રિસમસ પાર્ટીની ઉજવ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.