NRIના રોકાણ અંકુશમુક્તઃ નરેન્દ્ર મોદી સરકારની ભેટ

નવી દિલ્હીઃ વિદેશમાં વસતા ભારતીયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક ભેટ આપવાની તૈયારી કરી રહ્યા છે. સરકાર NRIના નોન-રિપેટ્રિયેબલ (રોકડમાં રૂપાંતરિત કરીને વતન ન મોકલી શકાય તેવી એસેટ) રોકાણને સ્થાનિક રહીશોના ઇન્વેસ્ટમેન્ટની જેમ ગણશે. એટલે કે, વિદેશથી આવતા નાણાં પર જે નિયંત્રણ અમલી છે એ NRIના રોકાણને લાગુ નહીં પડે. ગાંધીનગરમાં ૭-૯ જાન્યુઆરી દરમિયાન યોજાનારા પ્રવાસી ભારતીય દિવસમાં આ જાહેરાત કરશે એવી શક્યતા છે.

સરકારના આ પગલાથી રોકાણને વેગ અને અર્થતંત્રને પ્રોત્સાહન આપવાની યોજના મજબૂત બનશે. ઇટીએ મંગળવારે જણાવ્યું હતું કે, સરકાર વટહુકમની મદદથી પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (PIO) અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડને મર્જ કરવાની યોજના ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને સપ્ટેમ્બરમાં અમેરિકાની મુલાકાત વખતે NRIsને આ મુદ્દે વચન આપ્યું હતું. નાણા મંત્રાલયે રચેલી અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP)ની સંયુક્ત અધ્યક્ષતા હેઠળની પેનલ NRIs દ્વારા દેશમાં કરાતા રોકાણનું માળખું તૈયાર કરી રહી છે. જેથી સરકારની જાહેરાત પહેલાં તમામ બાબતો તૈયાર હોય એવી માહિતી બે સરકારી અધિકારીઓએ આપી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘‘પેનલે આ મુદ્દે ચર્ચા કરી છે અને તેની રૂપરેખા તૈયાર થઈ રહી છે.’’
સરકારે પીઆઈઓ અને ઓસીઆઈ કાર્ડ્સના મર્જરની જાહેરાત કરી દીધી છે. હવે નવા માળખામાં NRIsનું નોન-રિપેટ્રિયેબલ ઇન્વેસ્ટમેન્ટ, પીઆઈઓ અને ઓસીઆઈના રોકાણને સ્થાનિક રોકાણની જેમ જ ગણવામાં આવશે એવી શક્યતા છે. સંરક્ષણ અને વીમા ક્ષેત્રે એફડીઆઈ મર્યાદામાં વૃદ્ધિ તેમજ રેલવે સેક્ટરને ખુલ્લું મુકાયા પછી મોદી સરકાર વિકાસના પ્રોજેક્ટ્સ માટે ભારતીય મૂળના લોકોનું રોકાણ આકર્ષવાની તૈયારી કરી રહી છે. સત્તાવાર આંકડા પ્રમાણે NRIsએ એફડીઆઈ દ્વારા લગભગ ૧૫ વર્ષમાં ૪.૭ અબજ ડોલરનું રોકાણ કર્યું છે.
હાલની પોલિસી પ્રમાણે વિદેશી રોકાણમાં એફડીઆઈ, એફઆઈઆઈ, એફપીઆઈ, ક્યુએફઆઈ, એનઆરઆઈ, એડીઆર, જીડીઆર અને એફસીસીબી રોકાણ તેમજ સંપૂર્ણ, ફરજિયાતપણે રૂપાંતરિત પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર્સનો સમાવેશ થાય છે. આ પોલિસીમાં NRIsને નાગરિક ઉડ્ડયન તેમજ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ સેક્ટરમાં ખાસ ટ્રીટમેન્ટ મળે છે.

NRIના રોકાણ અંકુશમુક્તઃ નરેન્દ્ર મોદી સરકારની ભેટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.