આકોદરા બન્યું પ્રથમ ડિજિટલ ગામ

હિંમતનગર: ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષ અગાઉ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે રાજયની સૌ પ્રથમ પશુ હોસ્ટેલ બનાવ્યા બાદ ડિજીટલ ઇન્ડીયા અંતર્ગત આકોદરા ગામને ભારતનું સર્વ પ્રથમ ડિજિટલ ગામ જાહેર કર્યું છે.

જે અંતર્ગત ૨ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આર્થિક વિકાસનું પાવર સ્ટેશન ડિજિટલ વિલેજ આકોદરા બનશે.
ગ્રામ્ય વિકાસમાં બેકીંગ માધ્યમ પ્રવેશ્યું છે ત્યારે તેના કારણે ભવિષ્યમાં ગામડાઓનું ભાવિ વધુ ઉજજવળ બનશે. તેમ જ કેસલેસ સુવિધાના કારણે ભવિષ્યમાં કાળા ધન પર અંકુશ આવશે અને ભારતની આર્થિક વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આકોદરા ગામે પશુ હોસ્ટેલ શરૂ કરાયા બાદ આજે ગામમાં પશુઓની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો થયો છે. જેના કારણે મહિલા શકિતને વધુ બળ મળ્યું છે. આકોદરાની ભારતના સર્વ પ્રથમ ડિજિટલ ગામ તરીકે પસંદગી કરાયા બાદ તાજેતરમાં જ બેંકના સીઇઓ ચંદા કોચરે ગામની મુલાકાત પણ લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી નાગરાજન.એમ.ના માર્ગદર્શન હેઠળ ડીજીટલ ક્રાંતિ ક્ષેત્રે કરેલી શોધ બાદ આકોદરા ગામને તેનો લાભ મળ્યો છે. જેથી તે દેશ માટે રોલ મોડેલની ભૂમિકા ભજવશે.
ડીજીટલ વિલેજ અંતર્ગત ગામને બેકીંગ, વાઇફાઇ, એલઇડી દ્વારા શિક્ષણ, હાઇસ્કૂલમાં સ્માર્ટ એજયુકેશન અંતર્ગત ધોરણ-૧-૨ બાળકોને ટેબ્લેટ દ્વારા શિક્ષણ અપાશે. ઇ-હેલ્થ સેન્ટર દ્વારા રોગ નિદાન અને સારવાર માટે ઇલેકટ્રોનીક ડિસપ્લે દ્વારા મળશે. કોમોડીટીના ભાવ પણ આકોદરાવાસીઓ દરરોજ જાણી શકશે.

આકોદરા બન્યું પ્રથમ ડિજિટલ ગામ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.