ઉત્તરાયણ પછી રાજકોટ-દિલ્હી વચ્ચે ફ્લાઈટ શરૂ થશે

રાજકોટઃ રાજકોટ અને દિલ્હી વચ્ચે લાંબા સમયથી વિમાની સેવાની જે માંગ હતી તેનો હવે સૈધ્ધાંતિક અને પ્રાયોગિક સ્વીકાર થઈ ગયો છે. જો કોઈ અડચણ નહીં આવે તો સંભવત: ૧૪ જાન્યુઆરી અથવા ૨૬મી જાન્યુઆરીએ રાજકોટ દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ થશે. 

રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ આ માટેનો ફિઝિબિલીટી રિપોર્ટ થઈ ગયો છે અને એલાયન્સ એરના બે અધિકારીઓએ સર્વે
બાદ ફલાઈટ શરૂ કરવા મંજૂરી આપી છે.
ઓથોરિટી અને એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા પણ જરૂરી ક્લિયરન્સ મળી ગયા હોવાથી હવે માત્ર ફલાઈટ શરૂ કરવાની ઔપચારિકતા જ બાકી રહી છે. એલાયન્સ એર પ્રથમ ૭૦ બેઠકની ક્ષમતાવાળુ વિમાન ઉડાવશે. પછી ભવિષ્યમાં ટ્રાફિકને ધ્યાને લઈને મોટું વિમાન ઉડાવશે. રાજકોટના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મોહનભાઈ કુંડારિયાએ પણ સમર્થન આપતાં જણાવ્યુ છે કે રાજકોટ-દિલ્હી-રાજકોટ વિમાની સેવા માટે તમામ પ્રકારની મંજૂરી મળી ગઈ છે. હવે વિમાની સેવા કયારથી શરૂ કરવી તેના માટે અનુકુળતા જોવાય છે.
અત્યારે રાજકોટ-મુંબઈ વચ્ચે જેટ એરવેઝની ચાર ફ્લાઈટ  અને એરઈન્ડિયાની એક ફ્લાઈટ ચાલે છે.

ઉત્તરાયણ પછી રાજકોટ-દિલ્હી વચ્ચે ફ્લાઈટ શરૂ થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.