પતંગોત્સવમાં ૧૫૦ વિદેશી પતંગબાજો આવશેઃ

ગુજરાત સરકાર આ વખતે અગાઉની જેમ રાજ્યબહાર દિલ્હી-મુંબઇ ખાતે પતંગોત્સવ નહીં યોજે, તેમ ઉલ્લેખતા ઉદ્યોગપ્રધાન સૌરભ પટેલે જાહેર કર્યું છે કે, આ વેળા ૨૭મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૨૯ દેશોના ૧૫૦ વિદેશી પતંગબાજો તથા ગુજરાત સહિત ૧૦ રાજ્યોના ૨૨૮ પતંગબાજો ભાગ લેશે

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૯ જાન્યુઆરીએ સાંજે ખુલ્લો મૂકાનારો પતંગોત્સવ ૧૩મી સુધી ચાલશે. વિદેશી પતંગબાજો જૂથમાં ૮મી વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ઉપર, અને ૧૩મીએ રાજકોટ-ભાવનગર-સુરત ખાતે પતંગોત્સવ ઉજવશે. જ્યારે ૧૪મીએ ઉત્તરાયણના દિવસે પતંગબાજો અમદાવાદની પોળોમાં જઇ ઉજવણી કરશે. મલેશિયા, નાઇજીરિયા, આર્જેન્ટિના, પોલેન્ડ, યુક્રેઇન, યુએસએ, યુકે, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બોત્સવાના, ભૂતાન, કોંગો, જર્મની, ફ્રાન્સ, ઈથોપિયા, ફીજી ંજેવા દેશોના પતંગબાજો આવશે.
AIની દિલ્હીની વધારાની ફ્લાઈટઃ
અમદાવાદઃ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે વીઆઇપી મહેમાનો અમદાવાદ આવી રહ્યા છે. આ મહેમાનોને તકલીફ ન પડે તે માટે એર ઇન્ડિયા દ્વારા દિલ્હીથી અમદાવાદ વચ્ચે પાંચ દિવસ સુધી એકસ્ટ્રા ફ્લાઇટ ઓપરેટ કરાશે. આ ફ્લાઇટો ૫, ૬, ૧૦, ૧૧ અને ૧૪ જાન્યુઆરીના રોજ ફ્લાઈટ ઉડશે, જે દિલ્હીથી સવારે ૧૦.૩૫ કલાકે ઉપડશે, અમદાવાદથી ફ્લાઇટ બપોરે ૧૨.૪૫ કલાકે ઉપડશે.
નવા બે હેલિપેડઃ
ગાંધીનગરઃ વાઇબ્રન્ટ સમિટ અને પ્રવાસી ભારતીય દિનમાં આવનારા મહાનુભાવો માટે ગાંધીનગરમાં વિધાનસભાની પાછળના મેદાનમાં બે વધારાના હેલિપેડ બનાવાયા છે. હાલ અહીં એક હેલિપેડ છે જેનો ઉપયોગ મુખ્ય પ્રધાનના હેલીકોપ્ટર માટે કરવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એસપીજીની ટીમ પણ આવશે. તો ગાંધીનગરમાં મહાત્મા મંદિર તરફ જતા માર્ગો પર ઠેર ઠેર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. કુલ મળીને ચારથી પાંચ હજાર જેટલો પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેમાં કોન્સ્ટેબલથી લઇને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.

પતંગોત્સવમાં ૧૫૦ વિદેશી પતંગબાજો આવશેઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.