બ્લડ-ટાઈપ ડાયટ વૈજ્ઞાનિક નથી
છેલ્લાં ઘણા વર્ષોથી વ્યક્તિના બ્લડ-ગ્રૂપ પ્રમાણેનો ખોરાક લેવાથી ફિટનેસ જળવાય છે એવો દાવો કરતી બ્લડ-ટાઈપ ડાયટિંગ મેથડ પ્રચલિત છે.
જોકે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધકોનું કહેવું છે કે આ ડાયટ ભલે પ્રખ્યાત થઈ ગયો હોય, પણ એની પાછળ કોઈ વિજ્ઞાન નથી. કેનેડાની આ યુનિવર્સિટીમાં ૧૪૫૫ વોલન્ટિયર્સ પર બ્લડ-ગ્રૂપ ડાયટનો પ્રયોગ કર્યા પછી રિસર્ચરો આ તારણ પર આવ્યા છે. નેચરોપેથ પીટર ડી’એડમોની બુક ‘ઈટ રાઈટ ફોર
યોર ટાઈપ’ પરથી આ ડાયટ વિખ્યાત થયો હતો.
