ભારતની વર્લ્ડ કપ ટીમ જાહેરઃ અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજાને સ્થાન

મુંબઈઃ ૧૪ ફેબ્રુઆરીથી શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત મંગળવારે બીસીસીઆઈ દ્વારા થઇ છે. મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક લીધેલી નિવૃત્તિના કારણે બીસીસીઆઈ અને ધોની થોડા દિવસોથી ચર્ચાઓમાં રહ્યા છે. ઉપરાંત ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજાના સ્થાને રણજીમાં સારું પ્રદર્શન કરનારા યુવરાજસિંહની વાપસીની અટકળોએ પણ વેગ પકડ્યું હતું. 

જોકે, પસંદગી સમિતીએ યુવરાજસિંહને પડતો પક્ડ્યો છે. જ્યારે ગુજરાતના બે ખેલાડીઓ જેમાં ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા અને નડિયાદના અક્ષર પટેલનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ થયો છે. જાડેજા અંગે સિલેક્ટરોએ કહ્યું છે કે તે ૧૦ દિવસમાં ફિટ થઈ જશે અને વર્લ્ડ કપમાં રમશે. જાડેજાને ખભામાં ઈજાના કારણે તેના રમવાને લઈને આશંકા હતી.
સંદીપ પાટીલની આગેવાની હેઠળની સિલેક્શન ટીમે ૧૫ સભ્યોની ટીમના સભ્યો પસંદ કર્યા છે. સિલેક્શન કમિટિમાં સબા કરીમ અને સંજય પટેલનો પણ સમાવેશ થાય છે. બીસીસીઆઈએ આગામી ત્રિકોણીય સિરિઝ માટે મોહિત શર્મા અને ધવલ કુલકર્ણીની વધારાના ખેલાડી તરીકેની પસંદગીની પણ જાહેરાત કરી હતી. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ ૨૯ માર્ચના રોજ રમાશે. અત્યારની ચેમ્પિયન ભારત પોતાના અભિયાનની શરૂઆત ૧૫ ફેબ્રુઆરીએ એડિલેડમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે કરશે.

પસંદ કરેલા ૧૫ નામોની યાદી
મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન અને વિકેટકિપર), વિરાટ કોહલી (ઉપકપ્તાન), રોહિત શર્મા (બેટ્સમેન), રવિન્દ્ર જાડેજા,(ઓલરાઉન્ડર),ઈશાંત શર્મા (બોલર), ભુવનેશ્વર કુમાર (બોલર), આર. અશ્વિન,(બોલર), શિખર ધવન (બેટ્સમેન), અજિન્ક્ય રહાણે (બેટ્સમેન), સુરેશ રૈના,(બેટ્સમેન), મોહમ્મદ શમી (બોલર), ઉમેશ યાદવ (બોલર), અંબાતી રાયડૂ,(બેટ્સમેન), અક્ષર પટેલ (બોલર), સ્ટુઅર્ટ બિન્ની (ઓલરાઉન્ડર)

ભારતની વર્લ્ડ કપ ટીમ જાહેરઃ અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજાને સ્થાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.