વાઇબ્રન્ટ ગુજરાતથી ‘ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા’નો પ્રારંભ

ગાંધીનગરઃ સાતમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનો પ્રારંભ અહીંના મહાત્મા મંદિરમાં ૧૧ જાન્યુઆરીએ થશે. જેનું ઉદ્ધાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 

આ સમીટમાં અમેરિકાના વિદેશ પ્રધાન જ્હોન કેરી, બ્રિટનના ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર મોજેન્સ જેન્સન સહિત ૧૩ દેશના ૨૯ વિદેશી પ્રધાનો ગુજરાતની મહેમાનગતિ માણશે જ્યારે વિશેષ આમંત્રિતોમાં યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન-કી-મુન, ભૂટાનના વડાપ્રધાન શેરીંગ ટોબ્ગે અને મેસેડોનિયાના વડાપ્રધાન નિકોલા ગ્રૂવ્સ્કી વિશેષ આમંત્રિત તરીકે આવશે. ભારત સરકારના નાણાં પ્રધાન અરૂણ જેટલી, સંરક્ષણ પ્રધાન મનોહર પારીકર, શહેરી વિકાસ પ્રધાન વૈંકૈયાનાયડુ, ઊર્જા રાજ્યપ્રધાન પિયૂષ ગોયલ સહિત ૧૧ પ્રધાનો સહિતના બિઝનેસ સાથે જોડાયેલા બોલિવૂડના અભિનેતા પણ સમિટમાં ઉપસ્થિત રહેશે. આ સમીટમાં ગુજરાતમાં રોકાણની સાથેસાથે સમગ્ર દેશના વિકાસકાર્યો માટે નાણાકીય સેવાઓને વિસ્તારવા પર ભાર મુકાશે.
વાઇબ્રન્ટ સમિટ માત્ર ગુજરાતમાં રોકાણ પૂરતું મર્યાદિત ન રહેતા દેશ-વિદેશના રોકાણકારોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડનારું માધ્યમ બની રહે તેવા હેતુથી ‘ઈન્વેસ્ટ ઈન ઈન્ડિયા સમિટ-૨૦૧૫’ અંતર્ગત બેન્કિંગ, કેપિટલ માર્કેટ અને વીમા ક્ષેત્ર જેવી નાણાકીય સેવાઓને દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરના વિકાસમાં જોતરવાનું આયોજન કરાયું છે. આ સમીટમાં બેન્ક ઓફ અમેરીકા, બ્લેકસ્ટોન ગૃપ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, બોમ્બે સ્ટોક એક્સચેન્જના સીઇઓ-પ્રેસિડેન્ટ જેવા તજજ્ઞો ‘ફાઇનાન્સિંગ ફોર ફયુચર ગ્રોથ’ પર વિચારો વ્યકત કરશે.
નાણા વિભાગના ઉચ્ચસૂત્રોએ જણાવ્યું કે, ગુજરાત સરકારના વાઇબ્રન્ટ સમિટને આધારે કેન્દ્ર સરકારે સમગ્ર દેશના ખાસ કરીને વિકાસની જરૂરિયાત ધરાવતા અથવા અર્ધવિકસીત રાજ્યો-વિસ્તારો માટે ઈન્વેસ્ટ ઈન્ડિયાનો મંત્ર અપનાવ્યો છે અને તેના અમલનો પ્રારંભ ગુજરાતના વાઇબ્રન્ટ સમીટથી થઈ રહ્યો છે. નાણાકીય સેવાઓ પર જે તે દેશની આર્થિક ક્ષેત્રની ગતિ-ઝડપ જળવાતી હોય છે, આ સંજોગોમાં બેન્કિંગ, ઇન્શ્યોરન્સ, અને સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલી અગ્રણી મહાનુભાવો ‘ઇન્વેસ્ટ ઇન્ડિયા સમિટ’માં વિઝન રજૂ કરશે.

વાઇબ્રન્ટ ગુજરાતથી ‘ઇનવેસ્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.