વાઇબ્રન્ટ ગુજરાતમાં વિક્રમજનક ૨૦ હજાર કરાર થશે

૧૧-૧૨ જાન્યુઆરીએ ગાંધીનગરમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટને આકર્ષક બનાવવા વિવિધ ટેબ્લોઝ મુકવામાં આવી રહ્યા છે. જેમાં સેક્ટર ૧૭નાં એક્ઝિબિશન ઝોનમાં સરદાર પટેલની સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અદલ ૧૮ ફૂટ ઊંચુ મિની સ્ટેચ્યૂ ઓફ યુનિટી દિલ્હીનાં નોઇડામાં તૈયાર કરી ખાસ વાહન મારફતે ગાંધીનગર લાવવામાં આવ્યું છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા આ વખતના વાઇબ્રન્ટ સમિટમાં વિક્રમી સમજૂતી કરાર કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ૨૦,૦૦૦ જેટલા કરાર કરવામાં આવશે. જેમાં નવા ઉદ્યોગો અને કેન્દ્ર સરકારના જાહેર સાહસોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેથી વધુ રોજગારી આપી શકાશે અને મેઇક ઇન્ડિયાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરી શકાય.

ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વખતે અગાઉના તમામ વાઇબ્રન્ટ સમિટ કરતાં વધુ રોકાણના સમજૂતી કરારો કરીને ૨૦૧૫નો વાઇબ્રન્ટ ગુજરાત સફળ બનાવવા માટે લક્ષ્યાંકો નક્કી કરી લીધા છે. વીસ હજાર એકમોમાં ૧૫,૦૦૦ જેટલા કરાર મધ્યમ અને લઘુ ઉદ્યોગોની સાથે કરાશે. તેમાંની ઘણી ખરી દરખાસ્તો મળી ચૂકી છે.
આ દરખાસ્તોમાં ૧૪ જેટલાં સેક્ટરોને રોકાણ માટે પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં આ વખતે સ્માર્ટસિટી, રેલવે અને કેન્દ્ર સરકારના જાહેર સાહસોને પ્રથમ વખત ઉમેરવામાં આવ્યા છે. ઉપરાંત મેઇક ઇન ઇન્ડિયાને સૂત્રને સાકાર કરવા અને સ્કીલ ડેવલપેમેન્ટ માટે ભાર મુકવામાં આવી રહ્યો છે. ૨૦૧૧માં રૂ. ૨૦.૮૧ લાખ કરોડના રોકાણોના એમઓયુ થયાં હતા તેમાં વધારાની ધારણા છે. સૌથી વધુ ફાયદો રોજગારી ઊભી કરાશે. નાના અને લઘુ ઉદ્યોગોમાં રોજગારી વધુ મળતી હોવાથી અનેક કરાર થશે.

વાઇબ્રન્ટ ગુજરાતમાં વિક્રમજનક ૨૦ હજાર કરાર થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.