સેક્સથી મગજ સક્રિય બને છે

લંડનઃ સેક્સને કારણે વ્યક્તિ વધુ સક્રિય અને સ્માર્ટ બને છે તેવું સંશોધકોએ તારણ કાઢ્યું છે. મેરિલેન્ડ યુનિર્વિસટીનાં સંશોધકો દ્વારા મધ્યમ વય જૂથના ઉંદરો પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સેક્સ પછી ઉંદરનાં મગજના કોષો વિકસેલા જણાયા હતા અને લાંબાગાળે તેની યાદશક્તિમાં પણ વધારો થયો હતો. જો ઉંદરોનું મેટિંગ બંધ કરવામાં આવે તો મગજને ફાયદો થતો નથી અને તેનો વિકાસ સ્થગિત થઈ જાય છે.

બીજા એક અભ્યાસમાં જણાયું છે કે ઉંદરોમાં વધુ સેક્સ મગજને નુકસાન પણ પહોંચાડી શકે છે. સંશોધકોનાં મતે સેક્સને કારણે મગજમાં ન્યૂરોન્સ વધે છે જે લાંબાગાળે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જોકે, સેક્સ બંધ કરવામાં આવે પછી મગજની શક્તિનો વિકાસ અટકી જાય છે. સાયકોલોજિસ્ટ ટ્રેસી શોર્સનાં જણાવ્યા મુજબ કસરત અને સેક્સથી નવા મગજના કોષોનું નિર્માણ કરી શકાય છે. જો આની સાથે મગજને તાલીમ આપવામાં આવે તો મગજના કોષોનું આયુષ્ય વધે છે અને યાદશક્તિ વધે છે.

સેક્સથી મગજ સક્રિય બને છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.