હૃદય અને ફેફસાં સારા તો યાદશક્તિ પણ સારી

યાદશક્તિ સારી રાખવા માટે માત્ર મગજનું જ નહીં, હૃદય અને ફેફસાંનું પણ ધ્યાન રાખવું જોઈએ. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સિનિયર સિટિઝન્સમાં જો હૃદય અને ફેફસાંની ક્ષમતા નબળી પડી ગઈ હોય તો એની માઠી અસર યાદશક્તિ પર પણ પડે છે. 

શ્વાસ લેવાની અને ફેફસામાં લોહીનું શુદ્ધિકરણ કરીને હૃદયમાં પાછું ઠાલવવાની પ્રક્રિયા મગજ માટે પણ અગત્યની છે. સંશોધકોએ ૧૮થી ૩૧ વર્ષના ૩૩ પુખ્તો અને ૫૫થી ૮૨ વર્ષના ૨૭ પુખ્તોની યાદશક્તિ, સક્રિયતા અને હૃદય-ફેફસાંની કાર્યક્ષમતાને તપાસીને તારવ્યું હતું કે પાછલી વયે કુદરતી રીતે મગજની કાર્યક્ષમતા ભલે ઘટતી હોય, પણ જો હૃદય અને ફેફસાં સારી રીતે કામ કરતા હોય તો એ જ ઉંમરના અન્ય લોકો કરતાં યાદશક્તિ સારી રહે છે.

હૃદય અને ફેફસાં સારા તો યાદશક્તિ પણ સારી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.