ઓબામાના નવા વિમાન માટે રૂ. ૧૮૮ અબજનો ખર્ચ થશે
અમેરિકન પ્રમુખ બરાક ઓબામા માટે નવા મોંઘા વિમાન ખરીદવા માટે વિચારણા ચાલી રહી છે.
અમેરિકન પ્રમુખ બરાક ઓબામા માટે નવા મોંઘા વિમાન ખરીદવા માટે વિચારણા ચાલી રહી છે. અમેરિકન પ્રમુખ માટે સત્તાવાર વિમાન એવા બે બોઈંગ-૪૭૪ છેક ૧૯૯૧થી સર્વિસમાં છે, એટલે હવે અમેરિકન સૈન્યને લાગી રહ્યું છે કે આ વિમાન ઘણા જુના છે એટલે તેને બદલવાનો સમય આવી ગયો છે. અમેરિકાનું પેન્ટાગોન ખાતેનું મિલિટરી હેડક્વાર્ટર અધધધ કહી શકાય તેવા રૂ.૧૮૮ અબજ ખર્ચ આ વિમાન માટે કરશે. આ માટે બોઈંગ કંપની સાથે જ કરાર કરવામાં આવી રહ્યો છે.
