ગુજરાતમાં છ નવા સ્થળોએ સરકાર એરસ્ટ્રીપ બનાવશે

ગુજરાતમાં હાલમાં માત્ર મોટા શહેરોમાં જ એરપોર્ટ છે અને કેટલાક શહેરોમાં એરસ્ટ્રીપ છે. 

ગુજરાતમાં હાલમાં માત્ર મોટા શહેરોમાં જ એરપોર્ટ છે અને કેટલાક શહેરોમાં એરસ્ટ્રીપ છે. પરંતુ સરકાર હવે નાના-નાના શહેરોમાં પણ એરસ્ટ્રીપ વિક્સાવવા માંગે છે. જેથી નાના શહેરોને પણ હવાઈ સેવાથી સાંકળી શકાય. હાલમાં ગુજરાતમાં નવી છ એરસ્ટ્રીપ વિક્સાવવાનું આયોજન છે અને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત સરકારે આપેલી સત્તાવાર માહિતી મુજબ હાલમાં રાજ્યમાં કુલ છ જગ્યાએ હવાઈ પટ્ટી (એર સ્ટ્રીપ) બનાવવાનું આયોજન છે. આ છ શહેરો મધ્યમ કક્ષાના છે. જેમાં અંકલેશ્વર, પાલિતાણા, મોરબી, દહેજ, દ્વારકા અને અંબાજી ખાતે એરસ્ટ્રીપ બનાવાશે. હાલમાં આ તમામ સ્થળે કામ પ્રગતિમાં છે. જેમાં અંકલેશ્વર ખાતે બાઉન્ડ્રી વોલ, લેન્ડ લેવલિંગ કરવામાં આવી રહ્યું છે. પાલિતાણા ખાતે એરસ્ટ્રીય માટે જમીન માપણી અને ડીમાર્કેશન કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છ નવા સ્થળોએ સરકાર એરસ્ટ્રીપ બનાવશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.