બ્રિટનમાં ૨૫ વીકની પેટર્નિટી લિવ

લંડનઃ બ્રિટનમાં હવે પિતા બનનારને ૨૫ સપ્તાહની રજા મળશે. રવિવારથી લાગુ થયેલા એક મહત્વના કાયદા અંતર્ગત હવે માતા-પિતાને કુલ મળીને ૫૦ સપ્તાહની રજા મળશે. આ કાનુન જન્મ દેનાર માતા-પિતા ઉપરાંત બાળકને દત્તક લેનાર માતા-પિતાને પણ લાગુ પડશે. આ નવા કાયદાથી આશરે ૨.૮૫ લાખ જેટલાં વર્કિંગ કપલ્સને ફાયદો થશે તેમ મનાય છે.

આ નવો કાયદો બનાવવાનું કારણ એ છે કે બાળકનું લાલન-પાલન કરવામાં મહિલાઓ પોતાની કેરિયરમાં પાછી ન પડે. હાલમાં મોટા ભાગે મહિલાઓ જ બાળકનો ઉછેર કરે છે. જેથી તેમની સમક્ષ કેરિયર કે બાળક બેમાંથી કોઈ એકની પસંદગી કરવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે.
યુતિ સરકારમાં લિબરલ ડેમોક્રેટ્સે આ ફેરફારો સૂચવ્યા હતા. અગાઉ પિતાઓને એક કે બે સપ્તાહ સુધીની સામાન્ય પેટર્નિટી લીવ કે ૨૬ સપ્તાહ સુધીની વધારાની પેઇડ પેટર્નિટી લીવ મળવાપાત્ર હતી. તે પણ એવા સંજોગોમાં કે જ્યારે માતા કે દત્તક લેનાર સાથી જોબ પર ફરી જોડાઇ ગઇ હોય.
ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર નિક ક્લેગે કહ્યું હતું કે ‘આ અધિકારોને કારણે પિતાઓ તેમના નવજાત શિશુઓની સાથે રહી શકશે અને સ્ત્રીઓને તેમના સંતાન કે કેરિયર વચ્ચે શું નક્કી કરવું તે વિચારવામાંથી મુક્તિ મળશે.’
તેમણે કહ્યું હતું કે ‘લાંબા સમયથી એવું જ થાય છે કે માતાઓને તેમના બાળકોની દેખરેખ માટે ઘરે જ રહેવાનું કહેવામાં આવે છે જ્યારે પિતાઓ કામ પર પાછા ફરે છે. હું ઇચ્છું છું કે માતા-પિતાને કામ અને પરિવાર કેવી રીતે સમતોલન જાળવવું તે પસંદ કરવાની તક મળે. હવે પછી જે કપલને ત્યાં સંતાનનો જન્મ થવાનો છે અથવા તો જેઓ બાળક દત્તક લેવાના છે તેઓ વહેંચાયેલી પેરેન્ટલ લીવ લઇ શકે છે.’ આ રજાઓ બાળકના જન્મ અને પહેલા સંતાનના જન્મદિવસની વચ્ચે અથવા બાળક દત્તક લીધાના એક વર્ષની અંદર સુધી લઇ શકાશે.