ભારતના સિનિયર ખેલાડીઓની આબરૂ દાવ પર છે

નવી દિલ્હી: મંગળવાથી ખુલ્લી મૂકાયેલી આઈપીએલની આઠમી સિઝનમાં યુવા ખેલાડીઓ પોતાનાં સારાં પ્રદર્શન વડે આગવી ઓળખ મેળવવા પ્રયાસ કરશે ત્યારે ભારતના સિનિયર ખેલાડીઓ યુવરાજ સિંહ, સેહવાગ, ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને ઝહિર ખાનની શાખ દાવ પર હશે. આ ખેલાડીઓ અત્યારે ટીમ ઇંડિયામાં સ્થાન મેળવવામાં લાંબા સમયથી નિષ્ફળ રહ્યા છે ત્યારે આઈપીએલમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ તેમના પર ભારે રહેશે.

નવી દિલ્હી: મંગળવાથી ખુલ્લી મૂકાયેલી આઈપીએલની આઠમી સિઝનમાં યુવા ખેલાડીઓ પોતાનાં સારાં પ્રદર્શન વડે આગવી ઓળખ મેળવવા પ્રયાસ કરશે ત્યારે ભારતના સિનિયર ખેલાડીઓ યુવરાજ સિંહ, સેહવાગ, ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને ઝહિર ખાનની શાખ દાવ પર હશે. આ ખેલાડીઓ અત્યારે ટીમ ઇંડિયામાં સ્થાન મેળવવામાં લાંબા સમયથી નિષ્ફળ રહ્યા છે ત્યારે આઈપીએલમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ તેમના પર ભારે રહેશે.
યુવરાજ સિંહ
વર્લ્ડ કપમાં ભારતીય ટીમની બહાર કરાયેલા યુવરાજ પર પ્રશંસકોની આશા પર ખરા ઉતરવાનો વધુ ભાર હશે. વર્લ્ડ કપમાં સ્થાન ન મળતાં નિરાશ થયેલા યુવરાજને દિલ્હીએ રૂ. ૧૬ કરોડમાં ખરીદ્યો છે. દિલ્હીએ યુવરાજ પર વિશ્વાસ રાખી મોટો દાવ લગાવ્યો છે ત્યારે યુવરાજ પર સારું પ્રદર્શન કરવાનો ભાર રહેશે. આ ઉપરાંત આઈપીએલમાં સારા પ્રદર્શન વડે ભારતીય ટીમમાં સ્થાન બનાવવાનો પ્રયાસ પણ રહેશે. જો યુવરાજ નિષ્ફળ ગયો તો તેનું ભારતીય ટીમમાં પરત ફરવું મુશ્કેલ બની જશે.
વિરેન્દર સેહવાગ
સતત નિષ્ફળ જતાં સેહવાગને ભારતીય ટીમમાંથી બહાર થવાનો વારો આવ્યો આવ્યા બાદ યુવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કરતાં સેહવાગને ટીમમાં તક મળી નથી. શરૂઆતમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમ્યા બાદ ગત સિઝનથી કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમી રહેલા સેહવાગ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બન્યું છે. આમ છતાં આઈપીએલમાં સારા પ્રદર્શન દ્વારા ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની અંતિમ તક તરીકે જોવામાં આવે છે.
ગૌતમ ગંભીર
કોલકતા નાઇટ રાઇડર્સ ટીમના કેપ્ટન ગૌતમ ગંભીરે આઈપીએલની ગત સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી, પરંતુ તે પોતાના બેટ વડે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. ગંભીરને ગત વર્ષે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટીમમાં સ્થાન અપાયું હતું, પણ તે નિષ્ફળ રહ્યો હતો. ગંભીર માટે ભારતીય ટીમમાં પરત ફરવા માટે આઈપીએલમાં સારું પ્રદર્શન કરીને ફરી ટીમમાં સ્થાન મેળવવા ઉપરાંત પોતાની સાર્થકતા સાબિત કરવાની જવાબદારી રહેશે.
ઝહિર ખાન
છેલ્લા ઘણાં સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ઝડપી બોલર ઝહિર ખાનને આશા છે કે, આ વખતે આઈપીએલમાં સારા પ્રદર્શન દ્વારા ફરી ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવામાં સફળ રહેશે. ઝહિર આ વખતે દિલ્હી તરફથી રમી રહ્યો છે.
હરભજન સિંહ
૩૪ વર્ષીય હરભજન સિંહ માટે ભારતીય ટીમના દરવાજા બંધ થઈ ગયા હોય તેમ છેલ્લાં ચાર વર્ષથી ટીમ ઇન્ડિયાથી બહાર છે. હરભજન સિંહ છેલ્લે જૂન ૨૦૧૧માં વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે મેચ રમ્યો હતો. તેના પર પણ સારું પ્રદર્શન કરવાનું દબાણ છે.

ભારતના સિનિયર ખેલાડીઓની આબરૂ દાવ પર છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.