મરેએ ૧ મિલિયન પાઉન્ડની ઓફર ફગાવી

ટેનિસ ખેલાડી એન્ડી મરેએ એક માતબર રકમની ઓફર ફગાવી છે.

લંડનઃ ટેનિસ ખેલાડી એન્ડી મરેએ એક માતબર રકમની ઓફર ફગાવી છે. એન્ડી મરે અને તેની વાગ્દત્તા કિમ સીઅર્સે તેમના લગ્નના ફોટો અને વિગતોને એક ગ્લોસી મેગેઝિન આપવા બદલ થયેલી એક મિલિયન પાઉન્ડ ઓફર નકારી છે. આ બંનેએ તેમના નજીકના પરિવારજનો, મિત્રો અને કોમેડિયન જેમ્સ કોર્ડનની હાજરીમાં પ્રસંગ ઉજવવાનું મુનાસિબ માન્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ અધધધ કહી શકાય તેટલી આ રકમની ઓફર સેલીબ્રિટી મેગેઝિન્સ ‘ઓકે’ અને ‘હેલો’ દ્વારા થઇ હતી. 

ધાર્મિક સ્વાતંત્ર્યના મુદ્દે ખ્રિસ્તી મહિલાની કાનૂની કાર્યવાહીઃ એનએચએસની થેરાપિસ્ટ અને ખ્રિસ્તી મહિલાએ તેને મુસ્લિમ મહિલા સાથે પ્રાર્થના કરવા અને તેને ચર્ચમાં આવવા આમંત્રણ આપવા બદલ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. ૩૮ વર્ષીય વિક્ટોરિટા વોસ્ટનીના વકીલોએ ગત સપ્તાહે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સના આર્ટીકલ ૯ મુજબ પોતાની ધાર્મિક સ્વતંત્રતાની તરફેણ કરી છે. વોસ્ટનીનો દાવો છે કે તેના, આ આદેશ તેની સ્વતંત્રતા પર હુમલા સમાન છે.

૧૦૦ મુસ્લિમ શિક્ષકો પર પ્રતિબંધની સંભાવનાઃ ટ્રોજન હોર્સ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ બર્મિંગહામની સ્કૂલના અંદાજે ૧૦૦ શિક્ષકો અને તેમના મદદનીશો પર પ્રતિબંધની સંભાવના છે. ધ સન્ડે ટાઇમ્સ માને છે કે, વ્યાવસાયિક વોચડોગ-નેશનલ કોલેજ ફોર ટીચિંગ એન્ડ લીડરશીપ (એનસીટીએલ), આ શાળાના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ વિરુધ્ધ શિસ્ત હેઠળ પગલાં લેશે. આ કૌભાંડ મુજબ કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા સરકારી સ્કૂલોનું નિયંત્રણ હાથમાં લેવાના પ્રયત્નો થયા હતા.

મોબાઇલ કંપનીએ ફોન કાપ્યો અને....એક વૃદ્ધ મહિલાનો ફોન મોબાઇલ કંપનીએ કાપી નાખ્યો અને તે મહિલા મદદ માટે તેના પરિજનો સાથે વાત ન કરી શકતા તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાની વિગત મુજબ ૭૮ વર્ષીય શીલા શેકર ઘરમાં અચાનક પડી ગયા અને તેમના પુત્રને તાત્કાલિક મોબાઇલ ફોન કરવો પડ્યો પરંતુ તેમની સાથે વાત ન થઇ શકી અને ફોન કપાઇ ગયો હતો. આ મોબાઇલ ફોન ૧૪ વર્ષથી તેમની પાસે હતો. તેમણે પોલીસને એલાર્મ દ્વારા જાણ કરી અને બારણું તોડીને અંદર આવવા જણાવ્યું હતું. બાદમાં આ વૃદ્ધાંનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નવા વર્ષના દિવસે અવસાન થયું હતું. મોબાઇલ ફોન કંપનીએ જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, આ ફોન નંબર ઘણા સમયથી ઉપયોગમાં નહતો.

મરેએ ૧ મિલિયન પાઉન્ડની ઓફર ફગાવી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.