માંચેસ્ટરમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી

માંચેસ્ટરમાં મહાવીર જન્મ કલ્

માંચેસ્ટર જૈન સમાજ દ્વારા તા. ૨-૪-૨૦૧૫ ગુરૂવારે જૈન ધર્મના ચોવીસમા અને છેલ્લા તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

માંચેસ્ટર જૈન સમાજ દ્વારા તા. ૨-૪-૨૦૧૫ ગુરૂવારે જૈન ધર્મના ચોવીસમા અને છેલ્લા તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભગવાન મહાવીરના વિશ્વ વ્યાપી 'અહિંસાના સંદેશ, અહિંસાની વ્યાખ્યા, શાકાહારના ફાયદાઅો તેમજ જૈન વિશ્વ વિષે ભારતથી પધારેલ પૂજ્ય સમણી પ્રતિભા પ્રજ્ઞાજી અને સમણી પ્રણવ પ્રજ્ઞાજીએ ખૂબ જ સુંદર રીતે દ્રષ્ટાંતો આપીને સમજ આપી હતી.

આ પ્રસંગે નાના બાળકોએ ત્રિશાલા માતાજીને આવેલ ચૌદ સ્વપ્નાઅોના દર્શન કરાવ્યા હતા.

જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા કમીટી દ્વારા એકત્રિત કરાયેલ £૧,૦૦૧નો ચેક વુડસ્ટ્રીટ મિશનમાંથી પધારેલા રેઝેની સ્વીનીને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોએ સ્વામી વાત્સલ્ય, ભગવાનનું પારણુ ઝુલાવવાનો, આરતી, મંગલદિવો વગેરેનો લાભ લીધો હતો. (અહેવાલ: વિજય પટેલ અને તસવીર સૌજન્ય: અતુલ ઝવેરી) 

માંચેસ્ટરમાં મહાવીર જન્મ કલ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.