વેપાર ધંધાના વિકાસ માટે સોનેરી તક: આનંદ મેળો

બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા આપના લોકપ્રિય અખબારો 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' દ્વારા લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલમાં શનિવાર તા. ૬ અને રવિવાર, તા. ૭ જૂન, ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન અબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય એવા પાંચમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા આપના લોકપ્રિય અખબારો 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' દ્વારા લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલમાં શનિવાર તા. ૬ અને રવિવાર, તા. ૭ જૂન, ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન અબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય એવા પાંચમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસના આ ભવ્યાતિભવ્ય અને ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં ઘરે રહીને સાડી-જવેલરી, શણગાર, મહેંદી અથવા ચટપટા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅોનો બીઝનેસ કરતા ભાઇબહેનો માટે વેપારની વિશિષ્ઠ તક મળશે. આટલું જ નહિં આ 'આનંદ મેળા'માં સ્ટોલ કરીને વધારાની કમાણીની સાથે વેપારની જાહેરાત કરવાની શ્રેષ્ઠ તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦ જેટલા લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.

પાંચમા 'આનંદ મેળા'ના આ વર્ષના મુખ્ય પ્રયોજક 'વર્લ્ડરેમીટ' છે અને પસંદ કરાયેલ ચેરીટી સંસ્થા 'સેન્ટ લ્યુક્સ હોસ્પીસ' છે. 'આનંદ મેળા'માં બ્યુટી અને વેડીંગ, ટ્રાવેલ અને ટૂરીઝમ, આરોગ્ય, જ્વેલરી, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો અને પ્રોડક્ટનું વેચાણ કરતા સ્ટોલનો લાભ મળશે અને વ્યાજબી ભાવે આપ વિવિધ સેવાઅો મેળવી શકશો. 'આનંદ મેળા'નું મુખ્ય આકર્ષણ ખાણી પીણીના સ્ટોલ્સ છે. જ્યાંથી આપ સૌ પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરે વ્યંજનોની મોજ માણી શકશો.

'આનંદ મેળા'નું વિશેષ આકર્ષણ સમાન બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, ઢોલ પ્લેયર્સ, નૃત્યો, ફેશન શો, બાળકોના વિશેષ કાર્યક્રમો ઉપરાંત વિખ્યાત નામી ગાયક કલાકારો અફલાતુન ગીત સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની મઝા માણવા મળશે.

'આનંદ મેળા'માં વ્યક્તિદીઠ માત્ર £૨.૫૦ની પ્રવેશ ફી (૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત) રાખવામાં આવી છે અને પ્રવેશ ફીની સંપૂર્ણ આવક સેન્ટ લ્યુક્સ હોસ્પીસને આપવામાં આવશે. સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારીથી પીડાતા વડિલોની સારસંભાળ માટે કામ કરતી ચેરીટી સંસ્થા છે અને બીમાર વડિલો તેમની બીમારી સામે લડી શકે અને તેમનું મનોબળ મજબૂત થાય, તેઅો સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરે છે અને છેલ્લે તેઅો પોતાના મનપસંદ સ્થળે ગૌરવપૂર્ણ રીતે મરણ પામે તે માટે મદદ કરે છે. આટલું જ નહિં સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારી ભોગવતા વડિલોના પરિવારજનો અને કેરરને પણ મદદ કરે છે. કોઇ પણ ચાર્જ વગર મફત સેવા આપતી આ સંસ્થાનો ૭૦% ખર્ચો આપણા સમુદાયના લોકો આપે છે અને આપ આનંદ મેળાની જે ટિકીટ ખરીદશો તેની સંપુર્ણ રકમ સેન્ટ લ્યુક્સ હોસ્પીસને મળશે અને તે રીતે પણ આપ સખાવતી કાર્યમાં સહભાગી થશો.

આનંદ મેળાના સ્ટોલ ખૂબ જ ઝડપથી બુક થઇ રહ્યા હોવાથી આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ સંપર્ક કરવા વિનંતી છે.

સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4085.  

વેપાર ધંધાના વિકાસ માટે સોનેરી તક: આનંદ મેળો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.