સર્વોદય હિન્દુ એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર ઠાકરને કિંગસ્ટનના મેયર દ્વારા એવોર્ડ એનાયત કરાયો

સર્વોદય હિન્દુ એસોસિએશનના પ્

સર્વોદય હિન્દુ એસોસિએશનના પ્રમુખ તેમજ સ્થાનિક સ્તરે વિવિધ સંસ્થાઅો સાથે સંકળાયેલા અગ્રણી કાર્યકર શ્રી મહેન્દ્રભાઇ ઠાકરને રોયલ બરો અોફ કિંગસ્ટનના મેયર દ્વારા તાજેતરમાં એવોર્ડ એનાયત કરાયો હતો.

સર્વોદય હિન્દુ એસોસિએશનના પ્રમુખ તેમજ સ્થાનિક સ્તરે વિવિધ સંસ્થાઅો સાથે સંકળાયેલા અગ્રણી કાર્યકર શ્રી મહેન્દ્રભાઇ ઠાકરને રોયલ બરો અોફ કિંગસ્ટનના મેયર દ્વારા તાજેતરમાં એવોર્ડ એનાયત કરાયો હતો.

કિંગસ્ટનના પ્રિમયર સ્ટોર્સમાં સેલ્સ મેનેજર તરીકે કાર્ય કરતા મહેન્દ્રભાઇ અન્ય ત્રણ સંગઠનોમાં પણ વિવિધ હોદ્દાઅો પર સેવાઅો આપે છે. તેમણે 'સબરંગ આર્ટ્સ'ની નૃત્ય નાટીકા 'જનક દુલારી સીતા'માં પણ ભાગ લીધો હતો અને તેના ૧૨ શો કરી ચૂક્યા છે. તેમની એક સંસ્થા ગ્લોબલ આર્ટ્સ દ્વારા દર વર્ષે કિંગસ્ટન કાર્નીવલનું આયોજન પણ કરવામાં આવે છે. તેઅો મિલાપ મલ્ટીકલ્ચરલ ડે સેન્ટરમાં પણ સેવાઅો આપે છે. સર્વોદય હિન્દુ એસોસિએશન હિન્દુ પર્વનું પણ અયોજન કરે છે અને બે વર્ષ પહેલા સર્વોદય કોમ્યુનિટી હોલની સ્થાપના કરવામાં આવી હતી. તેમનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને ૧૯૭૨માં માત્ર ૧૩ વર્ષની વયે યુકે આવ્યા હતા.  

સર્વોદય હિન્દુ એસોસિએશનના પ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.