૧૩૫ વર્ષ જૂની મની ઓર્ડર સેવા બંધ

નવી દિલ્હીઃ પોસ્ટ વિભાગે પહેલી એપ્રિલથી પરંપરાગત મની ઓર્ડર સેવા બંધ કરીને તેના સ્થાને નવી ઇન્ટરનેટ બેઝ ઇનસ્ટન્ટ મની ઓર્ડર એટલે કે આઇએમઓ સેવા શરૂ કરી છે. જેમાં ઓનલાઇન બુકિંગના ૨૪ કલાકમાં જ સંબંધિત વ્યક્તિને પૈસા મળી જશે.

નવી દિલ્હીઃ પોસ્ટ વિભાગે પહેલી એપ્રિલથી પરંપરાગત મની ઓર્ડર સેવા બંધ કરીને તેના સ્થાને નવી ઇન્ટરનેટ બેઝ ઇનસ્ટન્ટ મની ઓર્ડર એટલે કે આઇએમઓ સેવા શરૂ કરી છે. જેમાં ઓનલાઇન બુકિંગના ૨૪ કલાકમાં જ સંબંધિત વ્યક્તિને પૈસા મળી જશે. પોસ્ટ વિભાગ ડિજીટલ બની રહ્યો છે જેના કારણે પરંપરાગત સેવાઓ તબક્કાવાર બંધ કરાઇ રહી છે, જેમાં સૌપ્રથમ ટેલિગ્રામ સેવા બંધ થયા બાદ હવે મની ઓર્ડર સેવા પણ બંધ કરી છે. આમ હવે પોસ્ટમેન ઘરે આવીને 'મની ઓર્ડર' એવી બુમ નહી પાડે, તેના બદલે પૈસા લેવા માટે સંબંધિત વ્યક્તિએ પોસ્ટ ઓફિસે જવું પડશે.
ભારતમા ૧૮૮૦માં પોસ્ટ વિભાગે મની ઓર્ડર સેવાનો પ્રારંભ કર્યો હતો. તે સમયે ઇન્ટરનેટ તો દૂરની વાત છે, પણ ટેલિફોન પણ ભાગ્યે જ જોવા મળતા હતા. આવા સમયે મની ઓર્ડર સેવાની દેશમાં ખુબ જ લોકપ્રિય બની હતી અને ગામડે ગામડે વિસ્તરેલા પોસ્ટના નેટવર્કના કારણે લોકોને આ સેવાનો ફાયદો પણ ખુબ થયો હતો. જોકે ઇન્ટરનેટ આવતા જ આખી દુનિયામા સંદેશવ્યવહાર અને બેન્કિંગની વ્યાખ્યા જ બદલાઇ ગઇ છે.

૧૩૫ વર્ષ જૂની મની ઓર્ડર સેવા બંધ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.