બાંગ્લાદેશને હરાવી આફ્રિકાએ ટી૨૦ સિરીઝ જીતી
યજમાન સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામેની બીજી ટી-૨૦ મેચમાં ૩૧ રને વિજય મેળવવાની સાથે બે મેચની સિરીઝ ૨-૦થી કબ્જે કરી છે. ઢાકામાં રમાયેલી પહેલી મેચમાં સાઉથ આફ્રિકાએ બાવન રને વિજય મેળવ્યો હતો.
મીરપુરઃ યજમાન સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામેની બીજી ટી-૨૦ મેચમાં ૩૧ રને વિજય મેળવવાની સાથે બે મેચની સિરીઝ ૨-૦થી કબ્જે કરી છે. ઢાકામાં રમાયેલી પહેલી મેચમાં સાઉથ આફ્રિકાએ બાવન રને વિજય મેળવ્યો હતો.
સાઉથ આફ્રિકાએ ઓપનર ડી’કોકના ૪૪, ડી’ વિલિયર્સના ૪૦ રન અને અંતિમ ઓવરોમાં મિલરના ૩૦ રન તથા રિલી રોસોના છ બોલમાં ધમાકેદાર ૧૯ રનની મદદથી ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૬૯ રન કર્યા હતા.
જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૩૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્રણ વિકેટ ઝડપનાર આફ્રિકાના એડી લીને મેન ઓફ ધ મેચ જ્યારે ડુ પ્લેસીસને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
