સાઉથ આફ્રિકા સામે બાંગ્લાદેશનો પરાજય

કેપ્ટન ફાફ ડુપ્લેસિસની અણનમ અડધી સદી અને પેસ બોલરોની ઉત્કૃષ્ટ બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાએ પહેલી ટ્વેન્ટી૨૦ મેચમાં રવિવારે બાંગ્લાદેશને બાવન રને કારમો પરાજ્ય આપીને પ્રવાસની શાનદાર શરૂઆત કરી હતી

ઢાકાઃ કેપ્ટન ફાફ ડુપ્લેસિસની અણનમ અડધી સદી અને પેસ બોલરોની ઉત્કૃષ્ટ બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાએ પહેલી ટ્વેન્ટી૨૦ મેચમાં રવિવારે બાંગ્લાદેશને બાવન રને કારમો પરાજ્ય આપીને પ્રવાસની શાનદાર શરૂઆત કરી હતી. ડુપ્લેસિસ ૬૧ બોલમાં આઠ બાઉન્ડ્રીની મદદથી ૭૯ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો.
ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઊતરેલી આફ્રિકાની ટીમે ચાર વિકેટ ૧૪૮ રનનો જુમલો કર્યો હતો. આની સામે બાંગ્લાદેશની ટીમ ૧૮.૫ ઓવરમાં માત્ર ૯૬ રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ બાંગ્લાદેશનો ઘરઆંગણાનો નિમ્નતમ સ્કોર છે.

સાઉથ આફ્રિકા સામે બાંગ્લાદેશ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.