દીકરા કરતાં દીકરીઓને વધારે દત્તક લેતાં ભારતીય દંપતી
સામાન્ય રીતે દીકરી કરતાં દીકરા પ્રત્યેનું વળગણ સમાજમાં વધુ જોવા મળે છે, પરંતુ આ માન્યતા છેલ્લા બે વર્ષથી ખોટી સાબિત થઈ રહી છે. ભારતના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ભારતમાં દીકરા કરતાં દીકરીઓ વધારે દત્તક લેવાઈ છે.
સામાન્ય રીતે દીકરી કરતાં દીકરા પ્રત્યેનું વળગણ સમાજમાં વધુ જોવા મળે છે, પરંતુ આ માન્યતા છેલ્લા બે વર્ષથી ખોટી સાબિત થઈ રહી છે. ભારતના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ભારતમાં દીકરા કરતાં દીકરીઓ વધારે દત્તક લેવાઈ છે. વર્ષ ૨૦૧૨-૨૦૧૩માં ૧૮૧૮ દીકરા અને ૨૮૪૬ દીકરીઓ દત્તક લેવાઈ હતી. વર્ષ ૨૦૧૩-૧૪માં પણ ૧૬૩૧ છોકરાઓ સામે ૨૨૯૩ છોકરીઓ અડોપ્ટ થઈ હતી અને વર્ષ ૨૦૧૪-૧૫માં પણ એ સિલસિલો જારી રહેતાં ભારતમાં ૧૬૮૮ છોકરાઓ અને ૨૩૦૦ કન્યાઓ દત્તક લેવાઈ છે.
નોંધનીય છે કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પણ બાળકો દત્તક લેવાની કાર્યવાહી વધુ સરળ બનાવી છે. એ પછીથી દત્તક લેનારા દંપતીઓનું પ્રમાણ વધી રહ્યું છે.
