બે વ્યક્તિને કચડનારા ડ્રાઈવરને જેલ

લંડનઃ એઈલ્સબરી ક્રાઉન કોર્ટની જ્યુરીએ બેદરકારીથી વાહન ચલાવવાના અને મોત નીપજાવવાના ગુનાસર નોર્થોલ્ટ, ઈલિંગના ૩૩ વર્ષીય ડ્રાઈવર નયન પટેલને દોષી ઠરાવતા તેને બીજી ડિસેમ્બરે નવ મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. તેને ત્રણ વર્ષ માટે વાહન હંકારવા માટે ગેરલાયક ઠરાવાયો હતો.

નયન પટેલ આ વર્ષની ૨૫ જાન્યુઆરીએ હાઈ વાઈકોમ્બ નજીક M40 માર્ગ પર કાર હંકારી રહ્યો હતો ત્યારે તેણે કાર પરનો કાબુ ગુમાવી દેતા તે સેન્ટ્રલ બેરિયર સાથે અથડાઈ ઉંધી વળી સામેના માર્ગે જતી અન્ય કાર સાથે અથડાઈ હતી. બન્ને કારને આગ લાગતા અન્ય કારના ૬૩ વર્ષીય ડ્રાઈવર નીઓ મ્ઝિમ્બા અને તેમના ૮૪ વર્ષીય સગાં બર્નાડેટ મ્ઝિમ્બાનું મોત થયું હતું.

બે વ્યક્તિને કચડનારા ડ્રાઈવર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.