ભાજપ-કોંગ્રેસને ફંડ આપવામાં રાજ્ય બીજા ક્રમે

રાષ્ટ્રીય પક્ષોને દાન આપનારાઓમાં ગુજરાતના લોકોનો ફાળો આગળ છે. ૨૦૧૪-૧૫માં રૂ. ૬૨૨ કરોડ રાજકીય પક્ષોને લોકોએ કાયદેસર આપ્યા હતા. જેમાં ભાજપ ૧૨૩૪ કંપનીઓએ રૂ. ૪૩૭.૩૫ કરોડ અને કોંગ્રેસને ૨૮૦ લોકોએ રૂ. ૧૪૧.૪૬ કરોડ રાજકીય ફંડ આપ્યું છે જે લોકસભાની ચૂંટણીમાં વપરાયું હતું. 

રાષ્ટ્રીય પક્ષોને દાન આપનારાઓમાં ગુજરાતના લોકોનો ફાળો આગળ છે. ૨૦૧૪-૧૫માં રૂ. ૬૨૨ કરોડ રાજકીય પક્ષોને લોકોએ કાયદેસર આપ્યા હતા. જેમાં ભાજપ ૧૨૩૪ કંપનીઓએ રૂ. ૪૩૭.૩૫ કરોડ અને કોંગ્રેસને ૨૮૦ લોકોએ રૂ. ૧૪૧.૪૬ કરોડ રાજકીય ફંડ આપ્યું છે જે લોકસભાની ચૂંટણીમાં વપરાયું હતું. જેમાં ગુજરાતના લોકોએ રૂ. ૨૪ કરોડ ડોનેશન આપ્યું હતું. સૌથી વધુ ડોનેશન મુંબાઈમાંથી આપવામાં આવ્યું હતું જે રૂ. ૨૬૦ કરોડ હતું. મુંબઈમાં વસતાં ગુજરાતીઓ પણ રાજકીય પક્ષોને મોટું ફંડ આપતાં આવ્યા છે. તેથી ગુજરાતના લોકોએ આપેલાં રાજકીય ફંડમાં ગુજરાતીઓનો ફાળો ઘણો વધારે છે. જે દિલ્હી કરતાં પણ વધારે છે. દેશમાંથી રાજકીય પક્ષોને જે ફંડ મળ્યું છે તેમાં કુલ રૂ. ૬૨૨ કરોડ છે તેમાંથી નામ કે સરનામા વગરનું ફંડ રૂ. ૩૦૦ કરોડ છે. અડધો અડધ દાન નામ સરનામા વગરનું મળે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ૧૫૧ ટકાનો ઉછાળો ફંડમાં આવ્યો છે. ગુજરાતમાંથી નામ અને સરનામા સાથે ફંડ આપનારા જ છે કોઈ પોતાનું નામ છુપાવતાં નથી. જોકે, નામ સરનામા વગરનું ફંડ મેળવવામાં ભાજપ આગળ છે. ૭૦ ટકા નાણાં એવા છે કે તે ભાજપને કોણે નાણાં આપ્યા છે તેના નામ જાહેર કરાયા નથી.

ભાજપ-કોંગ્રેસને ફંડ આપવામાં રાજ્ય બીજા ક્રમે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.