અભિનેત્રી સેક્સરેકેટમાં ઝડપાઈ

ગોવા પોલીસે પણજીમાં એક સેક્સરેકેટનો પર્દાફાશ કરીને એક અભિનેત્રીને દલાલની ચૂંગાલમાં બચાવી છે.

ગોવા પોલીસે પણજીમાં એક સેક્સરેકેટનો પર્દાફાશ કરીને એક અભિનેત્રીને દલાલની ચૂંગાલમાં બચાવી છે. તેનો દાવો છે કે તેણે ‘દબંગ-૨’ અને ‘ઓ માય ગોડ’ જેવી સફળ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. પોલીસે ૩૦ વર્ષની દલાલ આયેશા સઈદની ધરપકડ કરી છે. જે આ સેક્સરેકેટની મુખ્ય દલાલ છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં હજુ ઘણાની ધરપકડ થઈ શકે છે.

સેક્સરેકેટમાંથી છૂટેલી અભિનેત્રીએ જણાવ્યું છે કે, નાણાકીય સમસ્યાને કારણે તેણે આ રસ્તો અપનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તેને દલાલ આયેશાનો મોબાઇલનંબર એક વેબસાઇટ પરથી મળ્યો હતો. મુંબઈ પોલીસે બનાવટી ગ્રાહક બનીને સોદો પાકો કર્યો હતો. આ અભિનેત્રી પાસે એક રાતના રૂ. ત્રણ લાખ આયેશાએ માગ્યા હતા. પોલીસે સોમવારે આયેશાને રકમ પહોંચાડી હતી. અહીંની એક હોટેલમાં પોલીસના દરોડા દરમિયાન અભિનેત્રી ગ્રાહકોની સાથે વાંધાજનક હાલતમાં મળી હતી.

અભિનેત્રી સેક્સરેકેટમાં ઝડપાઈ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.