ગુજરાતમાં મેગી નૂડલ્સ પર એક માસનો પ્રતિબંધ મુકાયો

ગુજરાત સરકારે નેસ્લે કંપનીની મેગી નૂડલ્સના વેચાણ ઉપર એક મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે નેસ્લે કંપનીની મેગી નૂડલ્સના વેચાણ ઉપર એક મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે વલસાડ જિલ્લાની પારડી ખાતેની મેસર્સ એસ. કે. ફૂડ્સ કંપનીના નૂડલ્સના વેચાણ ઉપર પણ એક માસ માટે પ્રતિબંધ મુકાયો છે. ગુજરાત ઉપરાંત ઉત્તરાખંડ, તમિલનાડુ અને જમ્મુ-કાશ્મીર સહિત તમામ રાજ્યો તેમ જ નેપાળમાં પણ મેગી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર સરકારે મેગી પર એક મહિના માટે જ્યારે ઉત્તરાખંડ અને તમિલનાડુની સરકારોએ ત્રણ મહિના માટે પ્રતિબંધ લાદ્યો છે.

ગુજરાત સરકારે આઈટીસી કંપનીની સનફીસ્ટ બ્રાન્ડથી વેચાતી યીપ્પી નૂડલ્સનું પણ લેબોરેટરી ટેસ્ટિંગ કર્યા બાદ તેમાં મોનોસોડિયમ ગ્લુટામેટ યાને આજીનો મોટો પ્રવર્તતો હોવાનું જાહેર કર્યું છે, અલબત્ત ઈન્ડિયન ટોબેકો કંપનીની આ પ્રોડક્ટ પર પ્રતિબંધ લદાયો નથી. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, કેન્દ્ર સરકારની સૂચનાને પગલે રાજ્યમાં હાથ ધરાયેલા પરીક્ષણમાં મેગી નૂડલ્સના તથા હક્કા નૂડલ્સના નમૂના આરોગ્ય માટે અસલામત જણાતા આ બંને પ્રોડક્ટ્સના વેચાણ ઉપર મહિના માટે તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને બંને કંપનીઓને તેમના આ ઉત્પાદનો પાછા ખેંચી લેવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં મેગી નૂડલ્સ પર એક માસનો પ્રતિબંધ મુકાયો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.