સંજય ગુપ્તા સેબીના સકંજામાં

છેલ્લા કેટલાક સમયથી નીસા ગ્રૂપ અને તેના સંચાલક સંજય ગુપ્તાને હવે સેબી સકંજામાં લીધા છે.

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી નીસા ગ્રૂપ અને તેના સંચાલક સંજય ગુપ્તાને હવે સેબી સકંજામાં લીધા છે. નોન-કર્ન્વિટબલ ડિબેન્ચર્સના પ્લેસમેન્ટ દ્વારા ૩૪૧ રોકાણકારો પાસેથી રૂ. ૫૯૬ લાખ મેળવી ત્યાર પછી તેના વ્યાજ મુદ્દલની પરત ચુકવણી સમયસર નહિ કરીને સંબંધિત ઇન્વેસ્ટર્સને રડાવવાના મુદ્દે સેબીએ નીસા ટેક્નોલોજિસ, સંજય ગુપ્તા સહિત અત્યાર ડિરેકટર્સ તેમ જ કેટલાક પૂર્વ ડિરેક્ટર્સ સામે શોકોઝ-કમ-ઇન્ટરિમ ઓર્ડર જારી કર્યા છે, આને કારણે નીસા ટેકનો તથા તેના ડિરેક્ટર્સ સંજય ગુપ્તા, અરવિંદ ગુપ્તા, યોગેશ ધીસુમલ, ગિરીશચંદ્ર બુલાણી, કમલેન્દ્ર જોશી, મનોજ સિંઘલ, સુરેશકુમાર ઉપરાંત પૂર્વ ડિરેક્ટર નૈમિનચરણ બિસ્વાલ ઉપર એનસીડી, ઇક્વિટી કે અન્ય કોઈ પણ પ્રકારની સિક્યુરિટી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઇશ્યૂ કરી જાહેર જનતા પાસેથી નાણાં ઊભાં કરવા પર પ્રતિબંધ લાગી ગયો છે.

રાજ્યને મળ્યું પ્રથમ આઈપીએસ દંપતીઃ ભરૂચનાં પોલીસ વડા શોભા ભૂતડા અને જામનગરના એસપી પ્રદીપ સેજુલ ૪ જૂને ભરૂચમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમના લગ્ન સમારંભ અને રિસેપ્શનમાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન રજનીકાંત પટેલ અને કાયદા રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિત મોટાભાગના આઇપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા. વર્ષ ૨૦૦૮ની આઇપીએસ બેચના બન્ને અધિકારીઓએ સાથે જ યુપીએસસીની તૈયારીઓ કરી હતી અને એક સાથે જ પાસ આઉટ થયા હતા. મહારાષ્ટ્રના લાતુરસ્થિત મારવાડી પરિવારના શોભા અને ઔરંગાબાદના મરાઠા કુટુંબના પ્રદીપ ગુજરાત આઇપીએસ કેડરના પ્રથમ દંપતી છે.

સંજય ગુપ્તા સેબીના સકંજામાં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.