ઈશરત એન્કાઉન્ટર કેસમાં વણઝારા, પાન્ડેને શરતી જામીન

ઈશરત એન્કાઉન્ટર કેસમાં વણઝાર

ડી. જી. વણઝારા અને પી.પી.પાન્ડે

અમદાવાદમાં ૨૦૦૪માં ઈશરત જહા સહિત ચાર જણાના થયેલા એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈએ ૨૦૧૩માં પકડેલા આઈપીએસ પી.પી. પાન્ડે અને ડી. જી. વણઝારાને સીબીઆઈની ખાસ કોર્ટે શરતી જામીન પર મુકત કરવા ગુરુવારે હુકમ કર્યો છે.

જયારે વણઝારાને હજુ જેલમાં બે-ત્રણ દિવસ રહેવુ પડશે. સીબીઆઈના ખાસ જજ કે.આર. ઉપાધ્યાયે આઈપીએસ પી.પી. પાંડેને ૫૦-૫૦ હજારના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરતા ઠરાવ્યુ છે, દર ગુરુવારે કોર્ટમાં હાજરી પુરાવાની રહેશે.પાસપોર્ટ એક સપ્તાહમાં જમા કરવાનો અને કોર્ટના પરવાનગી વગર દેશ છોડવો નહીં.જયારે વણઝારાની જામીન અરજી કોર્ટે બપોરના મંજૂર કરી હતી.જેમાં બે લાખના બોન્ડ આપવાના રહેશે.જામીન પર મુકત થયા બાદ મુંબઈમાં રહેવાનું રહેશે. દર શનિવારે અમદાવાદની કોર્ટમાં હાજરી પુરાવાની રહેશે.

ઈશરત એન્કાઉન્ટર કેસમાં વણઝાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.