ઐતિહાસિક પરિણામોએ અનેક રેકોર્ડ તોડ્યા

ઐતિહાસિક પરિણામોએ અનેક રેકોર્ડ તોડ્યા

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ અનેક રેકોર્ડ તોડ્યા છે. આમ આદમી પાર્ટીએ દરેક પક્ષના સૂપડાં સાફ કરીને ૭૦માંથી ૬૭ બેઠકો મેળવી છે. આઝાદ ભારતના ઈતિહાસમાં પૂર્વોત્તર રાજ્યોને બાદ કરીને આ પહેલી વખત રાજકીય દળે ૯૫ ટકાથી વધારે બેઠકો જીતી છે. તે ઉપરાંત ૫૦ ટકા કરતા પણ વધારે મત મેળવીને લોકપ્રિય થનારી આ પહેલો રાજકીય પક્ષ છે. દિલ્હી વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે કોંગ્રેસ કે ભાજપ સિવાયના પક્ષની સરકાર રચાશે.

૧૯૫૧માં ક્રોંગ્રેસને ૫૨.૦૯ ટકા મત મળ્યાં હતાં. આ વખતે આમ આદમી પાર્ટીએ ૫૪.૩ ટકા મત મેળવ્યાં છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપે ૭૦માંથી ૬૭ બેઠકો હાંસલ કરી છે. ચૂંટણીમાં બહુમતી લાવવાનો દાવો કરનાર ભાજપ પાસે આજે વિરોધ પક્ષમાં બેસવા લાયક પણ બેઠકો નથી. ભાજપને માત્ર ત્રણ બેઠકો પર સફળતા મળી છે.
મુખ્ય પ્રધાન પદના બે દાવેદારોની હાલત ચૂંટણીમાં ખૂબ નબળી જોવા મળી હતી. ભાજપના ઉમેદવાર કિરણ બેદી, જેઓ ભાજપનો સૌથી સુરક્ષિત ગઢ ગણાતી કૃષ્ણનગર બેઠક પરથી હારી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર અજય માકન માત્ર ચૂંટણી હાર્યા જ નથી પરંતુ તેમની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ છે. સતત ૧૫ વર્ષ સુધી દિલ્હીની જનતા પર રાજ કરતી કોંગ્રેસ આ વખતે દિલ્હીમાં ખાતું જ નથી ખોલી શકી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ૭૦માંથી ૬૧ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. આ પણ એક વિક્રમ
જ છે.

ઐતિહાસિક પરિણામોએ અનેક રેકોર્ડ તોડ્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.