કરીના ઇસ્લામ ધર્મી નથીઃ સૈફ અલી ખાન

કરીના ઇસ્લામ ધર્મી નથીઃ સૈફ અલી ખાન

કરીના કપૂર અને સૈફ અલી ખાનના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેઓ વિવિધ ધાર્મિક જૂથોના નિશાને છે. આ જૂથો તેને ‘લવ જિહાદ’નો એક હિસ્સો ગણે છે. એક મુસ્લિમ છોકરો હિન્દુ છોકરી સાથે લગ્ન કરે એને ઉત્તર ભારતમાં ‘લવ જિહાદ’ ગણવામાં આવે છે.

જોકે, આવી ચર્ચાથી સૈફ અલી ખાન ખૂબ પરેશાન છે. તે કહે છે, ‘લોકોને એમ લાગે છે કે કરીનાએ ઇસ્લામ અંગીકાર કરી લીધો છે, પણ એ વાત ખોટી છે. આવી ‘લવ જિહાદ’ની ચર્ચાને અમારા અંગત જીવનમાં કોઈ સ્થાન નથી. આવી વાતો કરનારા લોકોને ગંભીરતાથી લેતાં અગાઉ તેમની બુદ્ધિ અને તેમના ચારિત્ર્યને ધ્યાનમાં લેવાં જોઈએ. અમે અમારા લગ્નજીવનમાં ધર્મને મહત્વ આપ્યું જ નથી. અમે ફક્ત અમારા પ્રેમને જ ગંભીર ગણીને એકબીજાનો સ્વીકાર કર્યો છે.’ સૈફ વધુમાં કહે છે કે કરીના તેના અભિનયથી જ જાણીતી છે. ઉલ્લેખનીય છે કે કરીના કટ્ટરવાદીઓનું નિશાન બન્યા પછી સૈફએ તેની સુરક્ષા બમણી કરી છે.

કરીના ઇસ્લામ ધર્મી નથીઃ સૈફ અલી ખાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.