થાપાના સાંધાની સર્જરી પછી કેન્સરનું જોખમ વધે
લંડનઃ બ્રિટનની બ્રિસ્ટલ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે થાપાના સાંધાનું રિપ્લેસમેન્ટ કરાવતી વખતે મેટલ ડિવાઇસનો ઉપયોગ થયો હોવાથી સર્જરી બાદ કેન્સર થવાનું રિસ્ક અથવા તો જનીનગત ખામી થવાની શક્યતાઓ વધી જાય છે.
હિપ-જોઇન્ટને રિપ્લેસ કરવાની સર્જરી દરમિયાન વપરાતો પ્રોસ્થેટિક ઇમ્પ્લાન્ટ મેટલનો હોય છે. આ ઇમ્પ્લાન્ટના મેટલ બોલ અને કપ વચ્ચે ઘર્ષણ થવાને કારણે એ બાજુની રક્તવાહિનીઓ ફૂલી જઈ શકે છે. એનાથી મસલ્સ અને હાડકાંને પણ નુકસાન થઈ શકે છે. લોહીમાં મેટલના અંશો દાખલ થઈ જાય તો એનાથી મુખ્ય અવયવો માટે એ ટોક્સિક સાબિત થઈ શકે છે.
