પોલિયોચિલ્ડ્રનના ચેરમેન અરૂણભાઇ પટેલ બ્રિટીશ સિટીઝન એવોર્ડથી સન્માનિત કરાયા

પોલિયોચિલ્ડ્રનના ચેરમેન અરૂણ...

હાઉસ અોફ લોર્ડઝમાં તાજેતરમાં યોજાયેલ એક સમારોહમાં અત્રે વિવિધક્ષેત્રે મહત્વનું યોગદાન અાપનાર બ્રિટીશ નાગરિકોનું "બ્રિટીશ સિટીઝન એવોર્ડ" અાપી સન્માન કરવામાં અાવ્યું હતું. બેરોનેસ કોક્સ અોફ ક્વીન્સબરીના યજમાનપદે યોજાયેલ અા એવોર્ડ સન્માન સમારોહમાં 'સમાજ, શિક્ષણ, કલા, વ્યાપાર, વ્યવસાય, હેલ્થકેર અને અૌદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર અનુદાન અાપનાર હસ્તીઅોનું એવોર્ડ અાપી સન્માન કરાયું હતું

હાઉસ અોફ લોર્ડઝમાં તાજેતરમાં યોજાયેલ એક સમારોહમાં અત્રે વિવિધક્ષેત્રે મહત્વનું યોગદાન અાપનાર બ્રિટીશ નાગરિકોનું "બ્રિટીશ સિટીઝન એવોર્ડ" અાપી સન્માન કરવામાં અાવ્યું હતું. બેરોનેસ કોક્સ અોફ ક્વીન્સબરીના યજમાનપદે યોજાયેલ અા એવોર્ડ સન્માન સમારોહમાં 'સમાજ, શિક્ષણ, કલા, વ્યાપાર, વ્યવસાય, હેલ્થકેર અને અૌદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર અનુદાન અાપનાર હસ્તીઅોનું એવોર્ડ અાપી સન્માન કરાયું હતું જેમાં દીન દુ:ખી, અનાથ અપંગોની સેવામાં સમર્પિત થયેલા અાપણા ભારતીય-ગુજરાતી સમાજના શ્રી અરૂણભાઇ પટેલને "હેલ્થકેર સર્વિસ"ના સવિશેષ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ઇલ્ફર્ડસ્થિત શ્રી અરૂણભાઇ પટેલ ઘણા વર્ષોથી "પોલિયો ચિલ્ડ્રન" નામક સેવાલક્ષી સંસ્થા દ્વારા ભારત અને અાફ્રિકાના દેશોના પોલિયોગ્રસ્ત વિકલાંગોની સેવામાં સમર્પિત થયેલા છે.

ગત ૨૯ જાન્યુઅારીએ હાઉસ અોફ લોર્ડ્‌ઝમાં યોજાયેલા સમારોહમાં જુદી જુદી કેટેગરીના ૨૮ મહાનુભાવોને સન્માનિત કરાયા ત્યારે અા કાર્યક્રમના અાયોજક બેરોનેસ કોક્સે અરૂણ પટેલને અવોર્ડ એનાયત કરતાં જણાવ્યું કે, “એક વર્ષની વયે જ પોલિયોગ્રસ્ત બનેલા અરૂણ પટેલે જે અનુભવ્યું, જેનો એમણે અહેસાસ થયો છે એવી દારૂણદશા અનુભવનારા સેંકડો ગરીબ, અનાથ, નિ:સહાય વિકલાંગોની વહારે ચડી એમનું જીવન ઉજ્જવળ બનાવ્યું છે.

પોલિયોચિલ્ડ્રનના ચેરમેન અરૂણ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.