લેસ્ટરના શ્રી હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું

લેસ્ટરના શ્રી હિન્દુ મંદિરના

લેસ્ટરના સેન્ટર બાર્નાબાસ રોડ ખાતે આવેલા શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શાનદાર આયોજન કરાયું હતું. ત્રણ દિવસના આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ દેવ દેવીઅોની માનવ કદની પ્રતિમાઅોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક તેમજ રાષ્ટ્રીય કક્ષાના ભજનિકો અને ભજન મંડળીઅોએ જુના નવા ભજનો રજૂ કર્યા હતા. પોરબંદરના કિર્તીદાનભાઇએ ભજનોની હેલી વરસાવતા તેમના પર પાઉન્ડની નોટોનો વરસાદ કરાયો હતો. તેમની સાથે બજરંગ, નરસી મહેતા અને ગોપાલ લાલ ભજન મંડળે ભક્તિ ગીતો રજૂ કર્યા હતા.

કાર્યક્રમનું સંચાલન માધુભાઇ સોનીએ (તસવીરમાં છે) કર્યું હતું. જેમના મોટા ભાઇ સ્વ. નારણભાઇ તેમજ સ્વ. ત્રિભોવનભાઇ દામજી પરમાર, સ્વ. શશીકાંતભાઇ સોનીગ્રા, સ્વ. રંભાબેન આર્ય, સ્વ. ભગવાનજીભાઇ ચૌહાણે સિત્તેરના દાયકામાં ભજન મંડળીઅોની રચનાઅો કરી હતી. આ પ્રસંગે રમણીકભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.

લેસ્ટરના શ્રી હિન્દુ મંદિરના
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.