વિશ્વ વિજેતાને મળશે રૂ. ૨૫ કરોડ

મેલબોર્નઃ ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા આ વર્લ્ડ કપની ઈનામી રકમમાં ૨૦૧૧ની ટુર્નામેન્ટ કરતાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 

મેલબોર્નઃ ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા આ વર્લ્ડ કપની ઈનામી રકમમાં ૨૦૧૧ની ટુર્નામેન્ટ કરતાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે ટુર્નામેન્ટમાં કુલ ઈનામી રકમ ૬૧.૭૨ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જે ટીમ એક પણ મેચ ગુમાવ્યા વગર ચેમ્પિયન બનશે તે ટીમને ૨૪.૮ કરોડ રૂપિયા મળશે. જ્યારે એક મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હશે તો તેને ૨૪.૬ કરોડ રૂપિયા મળશે. ૨૯ માર્ચે મેલબોર્નમાં રમાનારી ફાઈનલમાં જે ટીમનો પરાજય થશે તેને ૧૦.૭ કરોડ રૂપિયા મળશે. જ્યારે સેમિ-ફાઈનલમાંથી નીકળી જનારી બે ટીમમાં પ્રત્યેક ટીમના ફાળે ૩.૭૦ કરોડ રૂપિયા આવશે. ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર નીકળી જનારી પ્રત્યેક ટીમને ૧.૮૫ કરોડ રૂપિયા મળશે.
ટુર્નામેન્ટમાં પ્રથમ વખત જે છ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ જશે તે પણ આ વખતે ખાલી હાથે પાછી ફરશે નહીં. ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહેનારી પ્રત્યેક ટીમને ૨૧.૬ લાખ રૂપિયા મળશે. જ્યારે ગ્રૂપ સ્ટેજમાં વિજેતા ટીમને પ્રત્યેક મેચ દીઠ ૨૭.૭ લાખ રૂપિયા મળશે. પ્રથમ રાઉન્ડમાં જ ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ જનારી પ્રત્યેક ટીમ ૨૧.૫ લાખ રૂપિયા લઈ જશે.

વિશ્વ વિજેતાને મળશે રૂ. ૨૫ કરોડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.