સંગ સંગમા

ઊભી તી મૂંગી હું તો વિચારોની સંગમા

આછો સંચાર થયો હૃદયની કુંજમા

કે કોઈ આવી ઊભું છે મારી સંગમા

સંગ સંગમા

ઊભી તી મૂંગી હું તો વિચારોની સંગમા

આછો સંચાર થયો હૃદયની કુંજમા

કે કોઈ આવી ઊભું છે મારી સંગમા

ખબરેય ના પડી છવાય ગયા હૃદય કોશમાં

જીવનભર સાથ રહી ગયા સંગ સંગમા

પ્રભુકૃપાએ રહેશું જન્મોજન્મ સંગ સંગમાં

હાલ તો મસ્તીમાં જીવી લઈએ સંગ સંગમાં

શબ્દોની ફૂલમાળ બને સૂરુ તારી સંગમા

- નીમા સૂરુ કક્કડ, લંડન

૦૦૦૦૦૦૦

હું ખૂબ ખૂબ રડ્યો

આજ તારી યાદને હૈયાસરસી ચાંપી

હું ખૂબ ખૂબ રડ્યો

મારા શમણાની ડેલી પર તને બોલાવતાં

હું ખરેખર ખૂબ રડ્યો

એકલતાની અંધારી ગલીઓમાં

ગૂંગળાઈ જઈ હું ખૂબ રડ્યો

અંતે તને મારી નજર સમક્ષ

ના નિહાળતા, હું ખૂબ રડ્યો

- દિનેશ માણેક, સાઉથ ફિલ્ડઝ.

0000000

પિયુ મિલન

કહ્યું મેં જ્યારે મુજથી પ્રેમ છે,

ભીની એ સુગંધી ક્ષણો હજુ યે હેમખેમ છે

પ્રભુની સાક્ષીએ એકમેકના થયા

લાગણીના એ સ્પંદનો એમને એમ છે

આ તો જન્મોજન્મનો પ્રેમ છે

માટે તું મને જોયા કરે છે રાત દિન

હું પછી શાને તને બે ઘડી જોયા ના કરું

મારા નયનને સ્પર્શ્યું છે એક ખ્વાબ

ખબર છે મને પ્રિયે ગુલ નથી તારું મોકલેલું છે ગુલાબ

થાય છે એવુંમને તારી છબી જોયાં કરું

આંખ દ્વારા આંખની આ રોશની જોયા કરું

તું થા પ્રભુની અનુપમ ભેટ છે જાનેમન

મારા અંતરનો આર્તનાદ સંભળાય છે મને પ્રિયે

હૃદય-મંદિરમાં અખંડ-દીપ તારા નામનો જલે

જગત માંગે પ્રેમનાં પારખાં, તો ય શ્રદ્ધાને શક્તિ ફૂલે

હે પ્રભુ તારી અદાલતમાં મારા પ્રેમની જમાનત રાખજે,

હું રહું કે ના મારા પ્રિય ને સલામત રાખજે.

- ભારતી પટેલ, હેરો

૦૦૦૦૦

રક્તરંગ

દિલ તો દર્દ પણ છે ને?

ચૈન પણ દિલ વિના, અરે ક્યાં છે?

યાદ જેવી યાદનો પણ વાહ રે, છણકો જુઓ!

શુન્ય વિરહ-રાત્રીએ રણકો કરે છે ગજબ.

રાત અહો શી ચલકી! રહી ચાંદની છલકી,

વખ ઘોળાતાં હૈયે જાણે, અમી સરવાણી છલકી

અહીંના ગગનમાં ભલે રાત હોય

ચમકીશું અને ચમકાવીશું - ચાંદ બની

આભ છો મલકાયા કરે અને તેજ છાયા રંગ

ધ્રુવ એના સ્થાન પર રહેશે સદા નિશંક

પીસ્યા જ કરીશું અલગ કસુંબીનો ઉમંગ!

નહીંતર ફીકી પાનીએ કંઈક ચઢાવીશું રક્તરંગ!

- સરયૂબહેન પટેલ, બર્મિંગહામ

૦૦૦૦૦૦૦

પળ પળ સંભાળી

પળ પળ સંભાળી તમોને,

અમો રાહ જોઈશું,

તમો આવશો, જરૂર આવશો

અમો રાહ જોઈશું

આંખો રહે છે સદાય રાહમાં

દિલ તડપે છે તમારી યાદમાં

મન આતુર રહે છે,

હરદમ તમોને નિહારવા,

છબી છે તમારી અમારી આંખોમાં

હૃદય ઝંખે છે તમોને પામવા,

છે અમોને વિશ્વાસ,

તમો જરૂર આવશો અમને મળવા

- અમૃતલાલ પી. સોની, વેમ્બલી, લંડન

0000000000

લાગી તારી પ્રીત

લાગી તારી પ્રીત સજનવા લાગી તારી પ્રીત

પ્રીત અતિ મનગમતી એ તો રાતરાણીની કળી

સુગંધ એની એવી કે મુજ અણુઅણુમાં ભળી

ખીલી રહી હરપલ કાં આતમ હો તો કાં તો શીત

સજનવા લાગી તારી પ્રીત

શોધું તુજને બની બાવરી કુંજકુંજ ઉપવનમાં

જેમ રાધિકા પડી શ્યામની પાછળ વૃંદાવનમાં

માજમ રાતે એકલ ભટકી થઈ છું હું ભયભીત

સજનવા લાગી તારી પ્રીત

મયંક હો અતિ દૂર તો યે દરિયે આવે ભરતી

સૂણું સદા નવ વાંસલડી હું તારી ઉપર મરતી

નિશદિન એનું શ્રવણે ગુંજે મધુર મધુર સંગીત

સજનવા લાગી તારી પ્રીત

- રામુભાઈ મટવાડકર, વેમ્બલી

૦૦૦૦૦૦૦૦૦

પ્રિયે,

તમારા પ્રેમમાં આજથી નથી હું,

કાલથી નથી હું, હું તો છું વરસો વરસથી,

અધૂરી... સાવ ખાલી...

પાગલ થવા માટે બેઠી છું...

રાહ જોઉં છું બસ તમારી...

- અનામિકા

૦૦૦૦૦૦૦૦

સંગ સંગમા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.