હળવી ક્ષણોએ...

મગનઃ મેં ભિખારીને ચાર રોટલી તો આપી છે. વળી પાછા તમે શું આપવા ચાલ્યા?
મંગુઃ એ તો હું તેને પાચનની બે ગોળી આપવા જાઉં છું.

પપ્પુઃ પપ્પા, મારે તમને એક વાત કરવી છે.
પપ્પાઃ શું?
પપ્પુઃ મેં ફેસબુક પર છોકરીઓના નામે ૧૦ ફેક આઈડી બનાવી રાખ્યા છે.
પપ્પાઃ નાલાયક, બેશરમ... પાછી તને આ વાત કરતાં જરાય શરમ પણ આવતી નથી?
પપ્પુઃ તમને એટલા માટે કહું છું કે તમે જે પિંકીના આઈડી પર રોજ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રહ્યા છો તે મારું જ નકલી આઈડી છે.

સાહેબ એક મહિનાની રજા પછી હાજર થયા હતા. એક કર્મચારીએ પંદર દિવસની રજા માંગી. સાહેબે કહ્યુંઃ હમણાં તો મહિનો આરામ ભોગવ્યો છે. હવે પાછી શેની રજા જોઈએ છે?

ચંદુઃ તમારી નોકરી કેમ છૂટી ગઈ?
ચમનઃ મેળ નહીં બેઠો.
ચંગુઃ કોનો? તારો કે શેઠનો?
ચમનઃ ના રોકડાનો ને ચોપડાનો...

કબાટના અરીસા પર ધૂળ બરાબર સાફ થતી
ન હતી.
નોકરનું ધ્યાન ખેંચવા એ ધૂળમાં શેઠે લખ્યુંઃ
ધૂળ બરાબર સાફ કરો...
બીજે દિવસે જોયું તો એની નીચે લખ્યું હતુંઃ
મારા પગારવધારાનું શું થયું?

પચાસ વર્ષની નોકરી પછી એક કારકૂન નિવૃત્ત થયો.
શેઠે તેને જતી વખતે એક મોટું પેકે ભેટ આપ્યું.
કારકૂને પેકેટ ખોલ્યું તેમાં એક શેઠની
છબી હતી.
‘કેમ? ભેટ કેવી લાગી?
‘બરાબર તમારા જેવી....’ કારકૂને ઉત્તર આપ્યો.

ચમનઃ હું જ્યારે જ્યારે તમારા ટેબલ નજીક આવું છું ત્યારે ત્યારે તમે ઓફિસના કામને બદલે ચોપાનિયાં જ વાંચતા હોવ છો એનું શું કારણ?
ચંગુઃ સાહેબ, તમે રબરના જોડાં પહેરો છો એટલે તમારા આવવાની ખબર નથી પડતી.

એક ટૂંકી શાયરી...
ભરોસા ના હો રીશ્તોં મેં
ઔર
બેલેન્સ ના હો મોબાઇલ મેં
તો લોગ...
'ગેઇમ' ખેલને લગતે હૈં !

ચંપાઃ તમારા સ્વભાવથી હું કંટાળી ગઈ છું.
ચંગુઃ હવે મેં શું કર્યું?
ચંપાઃ અરે તમે તો હદ કરો છો. સોમવારે મોટા ઉપાડે મને કહેતા હતા કે ભીંડાનું શાક કર ભીંડાનું શાક કર. સોમવારે તો હોંશે-હોંશે ખાધા, મંગળવારે પ્રેમથી જમી લીધું. બુધવારે પણ ભીંડા ખાવાની મજા પડી. ગુરુ-શુક્ર પણ તમે ભીંડા ખાવામાં થોડો વાંધોવચકા કાઢ્યા, કાઢીને પ્રેમથી જમી લીધું. શનિવારે ગુસ્સો કરીને ભીંડા ખાધા અને આજે રવિવારે તમે મને એમ કહો છો કે ભીંડાનું શાક મારી થાળીમાં આપ્યું છે તો હું થાળી પછાડીશ. અરે, હવે મારે કહેવું શું તમારા સ્વભાવનું!

કારખાનાના માલિકે કાર્યકરોની સભા બોલાવી અને કહ્યુંઃ હવે આપણે ત્યાં કમ્પ્યુટર આવે છે. કારખાનાનું બધું કામ હવે ઓટોમેટિક યંત્રો કરશે. જોકે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મહિનાની છેલ્લી તારીખે તમને પગાર ચૂકવી દેવામાં આવશે.
ચંગુઃ એ માટે શું અમારે જાતે આવવું પડશે?

ચંપાઃ શું એવું શક્ય છે કે ગુનો પોતે જ સજા બની જાય?
ચંગુઃ ચોક્કસ બની શકે. જેમ કે, બે લગ્ન કરવાં એ ગુનો છે, પણ એ ગુનો જ તરત સજા બની જાય છે.

હળવી ક્ષણોએ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.