RCAના અધ્યક્ષ પદ ઉપરથી લલિત મોદીને હટાવાયા

RCAના અધ્યક્ષ પદ ઉપરથી લલિત મોદીને હટાવાયા

જયપુરઃ પૂર્વ આઇપીએલ કમિશનર લલિત મોદીને સોમવારે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ)ના અધ્યક્ષપદેથી હટાવી દેવાયા છે. 

જયપુરઃ પૂર્વ આઇપીએલ કમિશનર લલિત મોદીને સોમવારે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ)ના અધ્યક્ષપદેથી હટાવી દેવાયા છે. અસાધારણ સામાન્ય બેઠકમાં એસોસિએશનના સભ્યોએ લલિત મોદી વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ રજૂ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિત ૧૮માંથી ૧૭ સભ્યોએ લલિત મોદી વિરુદ્ધ મત આપ્યો હતો. હવે એસોસિએશનના અધ્યક્ષ પદે અમીન પઠાણનું નામ નક્કી મનાય છે.
બીજી તરફ મોદીના સમર્થકોનો આરોપ છે કે તેમણે સામાન્ય બેઠકમાં ભાગ લેવા દેવાયો નહોતો. જોકે આ આરોપને વખોડતાં રાજસ્થાન રાજય રમતગમત કાઉન્સિલના નિરીક્ષકોનું કહેવું છે કે મોદીના સમર્થકો જયપુરમાં આરસીએ એકેડમીમાં સમયસર પહોંચ્યા નહોતા.

RCAના અધ્યક્ષ પદ ઉપરથી લલિત મોદીને હટાવાયા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.